શંખલ૫ુરમાં બહુચર માતાજીનો આઠમાં પાટોત્સવ ઉજવાયો
ચાણસ્મા તા. 20
બહુચરાજી તાલુકાના શંખલપુર સ્થિત બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના આદ્યસ્થાનક ટોડા ધામમાં ભકતોની લાગણીને ધ્યાને લઈ ધવલવર્ણી ૭ ફૂટ ઉંચી બહુચર માતાજીની સૌપ્રથમ દિવ્ય પ્રતિમાનું સ્થાપન કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ૨૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. આ દિવ્ય પ્રસંગની ઉજવણીના ભાગરૃપે શનિવારે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાને ઉજાગર કરતો બહુચર માતાજીનો આઠમો પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં શ્રદ્ધાળુઓએ મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શ્રી ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને મંત્રી અમ્રતભાઇ પટેલના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઇ પાટોત્સવ નિમિત્તે બહુચર માતાજીને અતિપ્રિય આનંદના ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં માત્ર સ્થાનિક ગરબા મંડળોને નિમંત્રણ અપાયું હતું. જેમાં મહિલાઓએ માથે ગરબા ગ્રહી મૈયાના ગુણગાન કર્યા હતા તેમજ નવચંડી યજ્ઞા, વિવિધ ફળોનો અન્નકૂટ તેમજ મંદિરે નૂતન ધ્વજારોહણ કરાયું હતું. હાલમાં ચાલી રહેલ વસંતોત્સવને ધ્યાને લઇ મંદિરના ગર્ભગૃહને નયનરમ્ય ફૂલો તેમજ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓની આવન- જાવનથી મંદિર પરિસર ગૂંજતું રહ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aEUK0l
0 Response to "શંખલ૫ુરમાં બહુચર માતાજીનો આઠમાં પાટોત્સવ ઉજવાયો"
Post a Comment