ખાણ ખનીજ વિભાગની દંડનીય કાર્યવાહી સામે ભુજ મધ્યે ટ્રાન્સપોર્ટરોની હડતાળ

ખાણ ખનીજ વિભાગની દંડનીય કાર્યવાહી સામે ભુજ મધ્યે ટ્રાન્સપોર્ટરોની હડતાળ

ભુજ,રવિવાર

ભુજ પંથકમાં રોયલ્ટી ભરીને ઓવરલોડ ચલાવવા મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરાતા આજે ટ્રાન્સપોર્ટરો દ્વારા અચોક્કસ મુદતની વીજળીક હડતાલ પાડી દેવામાં આવી હતી. મિરજાપર પાસે ૧૫૦ થી વધુ ગાડીઓના પૈડા થંભી ગયા હતા.

ભુજ આસપાસના ગામોમાં રોયલ્ટી ભરીને રેતી, ખનીજ પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરોને ઓવરલોડ ભરવાના કિસ્સામાં લાખો રૃપિયાનો દંડ ફટકારાતા મિરજાપર પાસે ૧૫૦ જેટલી ગાડીઓને રોકી દેવાઈ હતી. અહિં, ખુલ્લા પ્લોટમાં તમામ ટ્રાન્સપોર્ટરોએ પોતાના ડમ્પર અને ટ્રકો ઉભી રાખી વિરોધ નોંધાવ્યો હતો. ટ્રાન્સપોર્ટ અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે, તેઓ રોયલ્ટી-પાસ ભરીને પરિવહન કરે  છે પરંતુ ૧ હજાર કિલો કે તેાથી વધુ ખનીજ રેતી હોય તેવા બનાવમાં ખાણ ખનીજ વિભાગ દંડનીય કાર્યવાહી કરે તે ઉચિત નાથી. એક તરફ ડીઝલના ભાવ વાધી રહ્યા છે તેવામાં આ દંડનીય કાર્યવાહી ઉચિત નાથી.  ખાનગી વાહનોમાં ચેકિંગમાં આવતા અિધકારીઓ આરટીઓના દસ્તાવેજોની માંગણી કરે છે તેમજ ડ્રાઈવરોના ફોન પણ પોતાના કબ્જામાં લઈ લે છે. આ નિતિનો ટ્રાન્સપોર્ટરોએ વિરોધ કર્યો હતો. મોટા ગજા અને વગદારો સામે કાર્યવાહી કેમ કરાતી નાથી.  આવતીકાલે આ મામલે આવેદનપત્ર પાઠવાશે. ખનીજ ચોરીના કિસ્સામાં વ્યકિતને જોઈને કાર્યવાહી કરાતી હોય છે આવી વ્હાલા દવલાની નિતી કેમ? માત્ર નાના ટ્રાન્સપોર્ટરોને કેમ હેરાન પરેશાન કરાય છે? આ તમામ બાબતોને લઈને ઉચ્ચ સ્તરે રજુઆત કરાશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NpqoFV

0 Response to "ખાણ ખનીજ વિભાગની દંડનીય કાર્યવાહી સામે ભુજ મધ્યે ટ્રાન્સપોર્ટરોની હડતાળ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel