વડોદરાના પાદરાનો ફરાર આરોપી બજાણા હાઈ-વે પરથી ઝડપાયો

વડોદરાના પાદરાનો ફરાર આરોપી બજાણા હાઈ-વે પરથી ઝડપાયો


પાટડી, તા. 5 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

રાજ્યના સીઆઈડી ક્રાઈમના રેન્જ આઈજી દ્વારા જીલ્લામાં નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.

 જે અંતર્ગત જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયા તથા ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ બજાણા પીએસઆઈ વી.એન.જાડેજા સહિતના સ્ટાફે બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું તેમજ નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા માલવણ ચોકડી પાસે વાહનચેકીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન અમદાવાદ તરફથી શંકાસ્પદ હાલતમાં એક કાર પસાર થતાં તેને ઉભી રાખી પુછપરછ કરતાં કારચાલકે પોતાનું નામ ગુણેશારામ આઈદાનરામ પ્રજાપતિ રહે.જઈસાળ રાજસ્થાનવાળો હોવાનું જણાવ્યું હતું અને શંકાસ્પદ જણાઈ આવતાં શખ્સની ગુન્હીત હિસ્ટ્રી ચકાસવા ઈ-ગુજકોપ, પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી સર્ચ કરતાં શખ્સ વડોદરા ગ્રામ્ય જીલ્લાના પાદરા પોલીસ મથકના ચોરીના ગુન્હામાં નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું હતું અને કોર્ટથી આરોપીનું વોરંટ પણ ઈસ્યુ થયું હોવાનું જણાઈ આવતાં બજાણા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tt867g

0 Response to "વડોદરાના પાદરાનો ફરાર આરોપી બજાણા હાઈ-વે પરથી ઝડપાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel