ચોટીલા કોંગ્રેસમાં ભડકો : શહેર પ્રમુખ સહિત 50 કાર્યકરો ભાજપમાં જોડાયા

ચોટીલા કોંગ્રેસમાં ભડકો : શહેર પ્રમુખ સહિત 50 કાર્યકરો ભાજપમાં જોડાયા


સુરેન્દ્રનગર, તા. 5 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને બંન્ને પક્ષો દ્વારા ચુંટણીમાં જીત મેળવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ચોટીલા ખાતે યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો સહિત અંદાજે ૫૦થી વધુ લોકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા રાજકીય ભુકંપ સર્જાયો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે અને ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા આ ચુંટણીમાં જીત મેળવવા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ચોટીલા ખાતે યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અજયભાઈ જગમાલભાઈ સામંડ તથા ચોટીલા એપીએમસીના ડિરેકટર જગમાલભાઈ મોતીભાઈ સામંડ સહિત આગેવાનો મહંમદભાઈ કાસમભાઈ, બાબુભાઈ ચાવડા, ગોકળભાઈ ધાંધળ, ભરતભાઈ ધાંધળ, ભરતભાઈ જોગરાજીયા, પ્રવિણભાઈ જોગરાજીયા સહિત અંદાજે ૫૦ જેટલાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતાં. આ તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોનું જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, શામજીભાઈ ચૌહાણ સહિતના આગેવાનોએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ આગેવાન અજયભાઈ સામંડના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષમાં જુથબંધી વધી ગઈ હતી અને ચુંટણીઓમાં પણ વ્હાલ દવલાની નિતિ તેમજ જુથબંધીના કારણે ભાજપમાં જોડાયા છે અને તેમનો સમગ્ર પરિવાર ભાજપમાં છે ત્યારે તેઓ પણ પરિવાર સાથે જોડાઈ પક્ષને મજબુત કરશે તેમ જણાવ્યું હતું. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડયો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aHvrJE

0 Response to "ચોટીલા કોંગ્રેસમાં ભડકો : શહેર પ્રમુખ સહિત 50 કાર્યકરો ભાજપમાં જોડાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel