ચોટીલાના કુંભારા ગામની સીમમાં રૂા. 11 હજારનો દેશી દારૂ પકડાયો

સુરેન્દ્રનગર, તા. 5 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરી અને કટીંગ સહિત વેચાણના બનાવો વધી રહ્યાં છે ત્યારે જીલ્લા પોલીસવડાની સુચનાથી તથા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ચોટીલા ઈન્ચાર્જ પીઆઈ સહિતના સ્ટાફે ચોટીલા તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું.
જે દરમ્યાન બાતમીના આધારે ચોટીલા તાલુકાના કુંભારા ગામની સીમમાં આવેલ વાડીમાંથી દેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપીઓ હાજર મળી ન આવતાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું હોવાની બાતમીના આધારે ચોટીલા ઈન્ચાર્જ પીઆઈ સહિતના સ્ટાફે કુંભારા ગામની સીમમાં આવેલ વાડીમાં રેઈડ કરી હતી જે દરમ્યાન વાડીમાંથી ઘાસના પુળામાં સંતાડેલ દેશી દારૂના બાજકા નંગ-૧૧ જેમાં દેશી દારૂ લીટર ૫૫૦ કિંમત રૂા.૧૧,૦૦૦ તથા ૧૦,૦૦૦ લીટરના પ્લાસ્ટીકના ટાંકા નંગ-૨ કિંમત રૂા.૪,૦૦૦ તથા ૫૦૦ લીટરનો પ્લાસ્ટીકનો ટાંકો કિંમત રૂા.૧,૫૦૦ તથા ૨૦૦ લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-૨ કિંમત રૂા.૪૦૦ તથા ૨૦ ફુટ પ્લાસ્ટીકની પાઈપો કિંમત રૂા.૧૦૦, ૧૦૦ ફુટ એલ્યુમીનીયમની પાઈપો કિંમત રૂા.૫૦૦ મળી કુલ રૂા.૧૭,૫૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપીઓ અમીતભાઈ નરશીભાઈ મેણીયા રહે.ચોટીલા તથા સંજયભાઈ નરશીભાઈ કોળી રહે.નારીયેળીવાળા હાજર મળી ન આવતાં બંન્ને વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી. જ્યારે આ સમગ્ર રેઈડ દરમ્યાન જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી તથા લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવાના માર્ગદર્શન હેઠળ ચોટીલા ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ.વરૂ સહિતના સ્ટાફે સફળ કામગીરી હાથધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39TXeHP



0 Response to "ચોટીલાના કુંભારા ગામની સીમમાં રૂા. 11 હજારનો દેશી દારૂ પકડાયો"
Post a Comment