પાલિકા અને પંચાયતની ચૂંટણી ટાણે નેતાઓ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ
અમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી, 2021, રવિવાર
ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ઉમેદવારો પણ નક્કી થઇ જતાં હવે મતદારોને રિઝવવા ની કવાયત શરૂ કરવામાં આવી છે. યુવાઓને આકષત કરવા માટે ખાસ સોશિયલ મીડિયાનો હાલમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. તેમાંય ફેસબુક અને વોટ્સએપનો બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર માટે ઉપયોગ દાવેદારો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયાનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે સમાચાર થી લઈને સ્લોગન, ફોટા, વિડિયો શેર કરવા માટે જેનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે તે હવે પ્રચાર-પ્રસાર માટેનું પણ પ્લેટફોર્મ બની રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ પ્રચાર પ્રસારની સાથે સાથે અપ્રચાર માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં ફેસબુક ઉપર ઉમેદવારો દ્વારા પોતાને વોટ આપવા માટે મતદારોની વિનવણી કરવામાં આવી રહી છે આ ઉપરાંત પોતાના વોર્ડના વિકાસની બાબતોનું લખાણ કરીશ વોટ આપી વોર્ડના વિકાસમાં સહભાગી બનવા ને પણ અપીલ કરવામાં આવી રહી છે. જોકે વોર્ડમાં કોણ શું કરે છે તે વાત જાણતા મતદારો આ વખતે સ્માર્ટ બની મતદાન કરશે તેમાં કોઈ બે મત નથી ચૂંટણી વખતે ડોર ટુ ડોર કોન્ટેક્ટ કરતા ઉમેદવારો ચૂંટણી બાદ કોઈને મળવાની કે કોઈને સમસ્યા સાંભળવાની પણ તસ્દી લેતા ન હોય આ વખતે મતદારો પર તેમને સબક શીખવવાના મૂડમાં છે વોર્ડ પ્રમાણે મોટાપાયે પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે અને મતદારો ને રીઝવાના કાવા-દાવા પણ ઉમેદવારોએ શરૂ કરી દીધા છે. હવે ચૂંટણીમાં મતદારોનો મૂડ કેવો હશે એ તો આવનાર પરિણામ જ બતાવશે પણ હાલમાં મતદારો સુધી પહોંચવા માટે ઉમેદવારો સોશિયલ મીડિયા પર સક્રિય થયા હોવાનું જોવા મળી રહ્યું છે.
મતદારોને આકર્ષવા સરળ ઉપાય
હાલમાં સોશિયલ મીડિયા પર એક્ટિવ થયેલા રાજકીય આગેવાનો કેમ પણ કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક આગેવાનો ટીકીટ મળતા આભાર વ્યક્ત કરતા ફોટા અને લખાણ મૂકે છે તો કેટલાક વળી મતદારોને સંબોધીને વોર્ડના વિકાસ માટે વોટ આપવા અપીલ કરતા જોવા મળે છે કેટલાક વળી અત્યાર સુધીમાં વોર્ડમાં પોતે કરેલ એકાદ કામની જાતે જ વાહ વાહ કરતા જોવા મળે છે
મતદારો પણ બધું શાનમાં સમજી ગયા છે
મતદારોનો મિજાજ આ વખતે કેવો હશે તે તો અકળ છે પણ ગત વર્ષે જેમને વોર્ડના વિકાસની આશા સાથે સુકાન સોંપ્યું હતું તેમણે આટલા વર્ષોમાં વોર્ડ નો વિકાસ કર્યો છે કે પોતાનો મતદાર સારી રીતે સમજી ગયા છે. ત્યારે આવા ઉમેદવારો માટે આ ચૂંટણી ટફ સાબિત થાય તેવી શક્યતા જણાઈ રહી છે અનેક વોર્ડમાં ગત ચૂંટણીમાં ચૂંટાયેલા ઉમેદવાર પ્રત્યે અસંતોષ જોવા મળે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37eAUXK
0 Response to "પાલિકા અને પંચાયતની ચૂંટણી ટાણે નેતાઓ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ"
Post a Comment