પાવરહાઉસ સર્કલ પાસે અજાણ્યા ટ્રકની અડફેટે આધેડનું મોત નિપજ્યું
ધ્રાંગધ્રા, તા. 14 ફેબ્રુઆરી, 2021, રવિવાર
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર પાવર હાઉસ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા ટ્રકચાલકે રાહદારીને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જે અંગેની જાણ થતાં ધ્રાંગધ્રા સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર આવેલ પાવરહાઉસ સર્કલ પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ અજાણ્યા ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં રસ્તા પર જઈ રહેલ આઘેડને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડયાં હતાં અને ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી.
જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ મયુદ્દીનભાઈ આદમભાઈ ઘોણીયા ઉ.વ.અં.૫૫, રહે.ધ્રાંગધ્રાવાળા હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લામાંથી અવાર-નવાર બેફામ ચાલતાં ડમ્પરો અને ટ્રકો સહિતના ભારે વાહનોની અડફેટે અનેક લોકોને ઈજાઓ સહિત મોતના બનાવો બની ચુક્યાં છે.છતાં નિયમો વિરૂધ્ધ ગેરકાયદેસર રીતે શહેરી વિસ્તારમાંથી ટ્રકો ખુલ્લેઆમ પસાર થઈ રહ્યાં છે ત્યારે વધુ એક આઘેડનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dd50i1
0 Response to "પાવરહાઉસ સર્કલ પાસે અજાણ્યા ટ્રકની અડફેટે આધેડનું મોત નિપજ્યું"
Post a Comment