ભૂમાફિયાઓના ઈશારે બે યુવકને મારી નાંખવાનું ષડયંત્ર હતું : સભામાં આક્ષેપ

ભૂમાફિયાઓના ઈશારે બે યુવકને મારી નાંખવાનું ષડયંત્ર હતું : સભામાં આક્ષેપ

મુંદરા, તા.૮

સમાઘોઘાના ત્રણ યુવાનોને ચોરીના કેસના શંકમદો તરીકે ઉઠાવી જઈને જે યાતના અપાઈ અને જે હત્યાંકાડ ખેલાયો તે ઈરાદાપુર્વકનું ષડયંત્ર હતું. ભુમાફીયાઓના ઈશારે પોલીસ કર્મચારીઓએ આ યુવાનોને ઉઠાવીને અમાનુષી ત્રાસ આપ્યો હતો. આ પ્રકરણ જે જમીનને લીધે બન્યું છે તે જમીનને સરકાર પ્રોટેક્શન આપે તેવી માંગ એડવોકેટ દેવરાજ ગઢવીએ કરી હતી.

સમાઘોઘા શાંતિસભામાં આ મુદે ગઢવીએ જણાવ્યું હતું કે, ભુમાફીયાઓના ઈશારે ષડયંત્ર રચાયેલું છે. ભોગ બનનાર યુવાનોના પરીવાર પ્રત્યે સહાનુભુતિ બતાવવા ઉમેર્યું હતું. કે, આ પરીવારના કમાનારા દિકરા ગયા છે, ભોગગ્રસ્ત બંને કુંટુંબની જવાબદારી અખીલ કચ્છ ચારણ સમાજ નિભાવશે. સમાઘોઘા ખાતે ચારણ સમાજના મોટી સંખ્યામાં હાજર ભાઈ-બહેનો તાથા અગ્રણીઓએ મૃતક હરજોગ ગઢવીના પરીવારના સભ્યો સાથે ચર્ચા કરી હતી. ત્યાર બાદ કચ્છ પોછલસના તપાસનિશ અિધકારીએ ગઢવી સમાજની સભામાં સ્ટેજ ઉપર આવીને ભાગેડું આરોપીને ઝડપી પાડવા પોલીસની વિવિાધ ટીમો સાથે એટીએસ પણ સંયુક્ત રીતે જોડાઈને તપાસ હાથ ધરશે અને કાયદાના અવરોધમાં જે કોઈ આવશે તેની સામે પગલા લેવાશે તેવી ખાત્રી આપતા સમાજનો આક્રોશ શાંત થયો હતો. તાથા યુવાનનો મૃતદેહ સ્વીકારી અંતિમ વિાધી કરાઈ હતી.

મુંદરા બસ સ્ટેશન પાસે આરોપીના ફોટા સળગાવાયા 

મુંદરા કસ્ટોડીયલ ડેાથ મામલે આજે અપાયેલા બંધના એલાન દરમિયાન મુંદરામાં એસ.ટી સ્ટેન્ડ પાસે લોકોએ ફરાર પોલીસ આરોપીઓના ફોટા સળગાવી હત્યારાઓને ફાંસીની સજા આપવા સુત્રોચ્ચાર કરાયા હતા. 

એ.ટી.એસ.ની ટીમ તપાસમાં જોડાઈ : લોકરોષ પછી નિર્ણય

મુંદરા તાલુકાના સમાઘોઘા ગામના ગઢવી યુવાનો પર મુંદરા પોલીસ માથકે દમન ગુજારાતા બે યુવાનોના મોત નિપજતા કચ્છ સહિત રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. બનાવની તપાસમાં એ.ટી.એસ.ની ટિમ જોડાઈ છે.

ભુજ ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું હતું  કે, આરોપીઓ સત્વરે પકડાય તે માટે કચ્છ પોલીસની સાથે એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે આ બનાવમાં આઈજી અને એસપી ની સૂચનાથી તાત્કાલિક તપાસ શરૃ કરાઈ હતી. જે-તે દિવસે ફરિયાદમાં ત્રણ આરોપીઓના નામ હતા, પરંતુ તપાસમાં અન્ય પોલીસ તેમજ સિવિલિયન્સના નામ પણ ખૂલ્યા છે. યુવાનોની સારવાર માટે પુરતા પ્રયાસો કરાયા છે. પોલીસ પ્રજાની સાથે જ છે. આ ગુનામાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાક્ષીની સુરક્ષાની જવાબદારી પોલીસ ની છે. ગુજરાત અને ગુજરાત બહાર તપાસ ચાલી રહી છે. એટીએસને પણ તપાસમાં જોડવામાં આવી છે. ગઢવી સમાજે પોલીસને સહકાર આપ્યો તે ઉદાહરણ રૃપ છે. આગામી દિવસોમાં પણ આવા જ સાથ સહકારની આશા પોલીસે વ્યક્ત હતી



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2N87q6y

0 Response to "ભૂમાફિયાઓના ઈશારે બે યુવકને મારી નાંખવાનું ષડયંત્ર હતું : સભામાં આક્ષેપ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel