પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ત્રીજા દિવસે વધુ છ ફોર્મ ભરાયા

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ત્રીજા દિવસે વધુ છ ફોર્મ ભરાયા

પાલનપુર,તા.10 ફેબ્રુઆરી 2021, બુધવાર

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રકિયામાં ફોમ ભરવાના ત્રીજા દિવસે વધુ છ ઉમેદવારી પત્રો રજૂ થતા નગર પાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠક પર બે દિવસમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એક અપક્ષ મળીને બાર ઉમેદવારોએ પોતાના ફોમ રજુ કર્યા છે.

પાલનપુર નગરપાલિકાના ૧૧ વોર્ડ ની ૪૪ બેઠકની ચૂંટણી માટે ૮ ફેબ્રુઆરી થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે.  જેમાં પ્રથમ દિવસે એક પણ ફોમ રજૂ થયું ન હતું અને બીજા દિવસે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના છ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધવી હતી. જે બાદ ઉમેદવારી પત્ર ભરવાના ત્રીજા દિવસે વધુ છ ઉમેંદવારી પત્રો રજૂ થયા હતા. જેમાં વોર્ડ નંબર-૧માં આમ આદમી પાર્ટી માંથી રાઠોડ નરસિંહભાઈ માલજી વોર્ડ નંબર ૪ માં કોંગ્રેસમાં રીપીટ ઉમેદવાર ગુલશનબેન અહેમદભાઈ ચુનારા,વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસ મહિલા ઉમેદવાર મહેફુજાબાનું તૌસિફભાઈ સિંધી અને  નાગોરી યુનુસખાન ઐયુબખાને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર ૧૧ માં આપના મહિલાઉમેદવાર કાંતાબેન ચમનભાઈ શ્રીમાળી અને સંજય કુમાર તુલશીભાઈસોલંકીએ ઉમેદવારી નોંધવી છે. જોકે હાલ કોંગ્રેસમાં ઉમેદવારોમેન્ડેડ આવ્યા પહેલા મહુડી મંડળની મૌખિક ચુચનાથી પોતાનાનામાંકન પત્ર ભરી રહ્યાં છે તો સામે ભાજપ માં હજુ  સત્તાવાર ઉમેદવારો ની જાહેરાત બાકી હોઈ ભાજપ તરફેણમાં એક પણઉમેદવારી પત્ર ભરાયું નથી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a9YZ3I

0 Response to "પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ત્રીજા દિવસે વધુ છ ફોર્મ ભરાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel