એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ-ગુજરાત કોલેજમાં મત ગણતરી

એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ-ગુજરાત કોલેજમાં મત ગણતરી


અમદાવાદ, તા. 22 ફેબ્રૂઆરી, 2021, સોમવાર

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનુ પરિણામ આવતીકાલ મંગળવારે જાહેર થઇ જશે. અમદાવાદમાં બે સ્થળો મત ગણતરીની વ્યવસ્થા કરાઇ છે. એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી કરાશે. આ બંને સ્થળો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજમાં 24-24 વોર્ડની અલગ અલગ મત ગણતરી થશે. સવારના આઠ વાગ્યા પછી મતની ગણતરી શરૂ કરાશે. બંને મતગણતરીના કેન્દ્રો જાણે પોલીસ છાવણીમાં તબદીલ થયાં છે. સ્ટેગ રૂમ  પર પણ થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે.

કયાં મતગણતરી કેન્દ્ર પર કયા વોર્ડની મતગણતરી થશે

ગુજરાત કોલેજ : દાણિલિમડા, મણિનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર , ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર , જોધપુર , વેજલપુર, સરખેજ , નવા વાડજ , નારણપુરા, સ્ટેડિયમ , ચાંદખેડા , સાબરમતી, રાણિપ,  ગોતા, ચાંદલોડિયા , ઘાટલોડિયા, નિકોલ, વિરાટનગર, ઓઢવ

એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજ : સરદારનગર, નરોડા, કુબેરનગર, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ-હાથીજણ, લાંભા, વટવા, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, થલતેજ, મકતમપુરા, બોડકદેવ , પાલડી, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા અને જમાલપુર



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37BCp2s

0 Response to "એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ-ગુજરાત કોલેજમાં મત ગણતરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel