આજે 6 કોર્પોરેશનમાં મત ગણતરી : કોના હાથમાં સુકાન, કોને મળશે જાકારો ?

આજે 6 કોર્પોરેશનમાં મત ગણતરી : કોના હાથમાં સુકાન, કોને મળશે જાકારો ?


અમદાવાદ, તા. 22 ફેબ્રૂઆરી, 2021, સોમવાર

અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનુઁ આવતીકાલે મતગણતરી યોજાશે. ગત ચૂંટણી કરતાં આ વખતે તમામ મહાનગરપાલિકામાં સરેરાશ મતદાન ઓછુ નોંધાયુ છે . ચૂંટણીમાં મતદારો કોને આર્શિવાદ આપી મહાનગરપાલિકાના સત્તાના સુકાન સોપશે અને કોને જાકારો મળશે તે ચૂંટણી પરિણામ પછી જ ખબર પડશે. અત્યારે ભાજપે છ મહાનગરપાલિકામાં ફરી એકવાર કેસરિયો લહેરાશે તેવો દાવો કર્યો છે પણ રાજકીય વિશ્લેષ્કોનુ અનુમાન છેકે, ભાજપ સત્તા ટકાવી રાખશે પણ બેઠકોમાં ઘટાડો થઇ શકે છે.

મંગળવારે અમદાવાદ સહિત અન્ય મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થવાની છે. છ મનપામાં 576 બેઠકો પર 2276 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનારો છે. કુલ મળીને દસેક રાજકીય પક્ષોના ઉમેદવારોનુ ભાવિ ઇવીએમમાં કેદ છે.

આ વખતે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત પહેલીવાર ઔવેસીએ પણ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પ્રવેશ કર્યો છે. હવે ઔવેસીને લઘુમતી વિસ્તારમાં જ કેટલું સમર્થન મળશે તે એક સવાલ છે અને ઔવેસીની પતંગ ચગશે કે તેના પર લઘુમતી મતદારોની નજર છે.

ઔવેસી કોંગ્રેસની જીતમાં કેટલાં અવરોધરૂપ બન્યાં તે પરિણામ બાદ જ ખબર પડશે. આ જ પ્રમાણે,આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં પૂરા જોશ સાથે ઝુકાવ્યુ છે ત્યારે એવુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છેકે, છ મનપામાં આપ પણ ખાતુ ખોલાવી શકે છે. સુરત સહિતના શહેરોમાં આપનો પ્રચાર પ્રભાવી રહ્યો છે તે જોતાં આપ માટે સારા સમાચાર આવી શકે છે.

અત્યારે તો એવુ રાજકીય અનુમાન છેકે, અમદાવાદ સહિતના બધાય શહેરોમાં ભાજપ-કોંગ્રેસની પેનલો તૂટી શકે છે.ટિકિટોના મુદ્દે અસંતોષ વકર્યો છે જેના કારણે પક્ષ નહી,ઉમેદવાર જોઇને મતદાન થયુ છે તે જોતાં પેનલો તૂટવાની સંભાવના છે.

કેટલાંય વોર્ડમાં આછી પાતળી સરસાઇથી હારજીત થવાના એંધાણ છે. પરિણામના એક દિવસ અગાઉ રાજકીય પક્ષોએ વોર્ડ વાઇઝ મતદાન આધારે હારજીતની ગણતરી માંડી છે. ભાજપ-કોંગ્રેસને ફાળે કેટલી બેઠકો જશે,કયા વોર્ડમાં કયા પક્ષનો ઉમેદવાર જીતશે તે અંગે શરતો પણ લાગી છે. આ જોતાં વિપરીત પરિણામ આવે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aHlcX1

0 Response to "આજે 6 કોર્પોરેશનમાં મત ગણતરી : કોના હાથમાં સુકાન, કોને મળશે જાકારો ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel