ભાજપે બે મહિલા અને એક પુરુષ મળી ત્રણ પૂર્વ પ્રમુખ ચૂંટણીમાં ઉતાર્યા

ભાજપે બે મહિલા અને એક પુરુષ મળી ત્રણ પૂર્વ પ્રમુખ ચૂંટણીમાં ઉતાર્યા

પાલનપુર,તા.18 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. જેમાં પાલીકાના પૂર્વ પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો અને સંગઠનના આગેવાનો દ્રારા ટિકિટ માટે દાવેદારી નોંધાવતા રાજકીય પક્ષો ઉમેડવારીને પસંદગીને લઈ દ્વિધામાં મુકાયા હતા. જોકે ભાજપમા તો પાલિકામાં અગાઉ પ્રમુખ રહી ચૂકેલા પાંચ ઉમેદવારોએ ટિકિટ માટે પાર્ટીમાં પ્રબળ દાવેદારી નોંધવતા તેમને ટીકીટ આપવી કે કેમ તેને લઈ મુંજવણ પેદા થઈ હતી. ત્યારે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સળંગ ત્રણ ટર્મ થી જીતતા અને ૬૦ વર્ષ થી વધુની વય ધરાવતા ટિકિટ વાત્સુકોને ઉમેદવાર ન બનવવાના નિર્ણયથી ભાજપ દ્રારા પાલનપુર પાલિકાની ચૂંટણીમાં બે પૂર્વ પ્રમુખોની ટિકિટ કાપીને તેમના યુવરાજોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ પાસે કોઈ પ્રબળ ઉમેદવારો ન હોવાને લઈ મોટાભાગના ઉમેદવારોને રીપીટ કરવાની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખને ઉમેદવાર બનાવવુંની ફરજ પડી છે.

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની પ્રકિયા સંપન્ન થતા બાદ પ્રચાર કાર્ય શરૃ થયું છે. જેમાં કેટલાક પૂર્વ પ્રમુખો,પૂર્વ નગરસેવકો અને નવા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હોય ચૂંટનીજંગ પેચીદો બન્યો છે. જોકે ઉમેદવારોની પસંદગીમાં ભાજપમાં પાંચ પૂર્વ પ્રમુખોએ ટિકિટ માટે દાવેદારી કરી હતી જેમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિયમ મુજબ ભાજપે પૂર્વ પ્રમુખ અશોક ઠાકોર અને અમૃત જોષી(દાઢી)ની ટીકીટ કાપી હતી અને બદલામાં તેમના પુત્રોને ટિકિટ આપી છે. જ્યારે પૂર્વ પ્રમુખમાં નીલમબેન જાની,હર્ષાબેન મહેશ્વરી અને હસમુખ પઢીયારને રીપીટ કર્યા છે.

જ્યારે વોર્ડ નંબર એકમાં ટિકિટ ને લઈ વિવાદમાં આવેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર શાંતિલાલ પઢીયારની ટિકિટ કાપી અહીં પણ તેમના પુત્રને ટીકીટની લ્હાણી કરવામાં આવી હોય ભાજપમા યુવરાજવાદને લઈ કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીમાં પ્રબળ દાવેદારોને પડતા મુકવામાં આવ્યા હોય અને મોટાભાગની બેઠકો પર પૂર્વ નગરસેવકો તેમજ નવા ચહેરાને સ્થાન અપાયું હોઈ અહીં પણ પાયાના કાર્યકરોમા નિરાશા વ્યાપેલી છે ત્યારે આ ચૂંટણી જંગમાં કોન ફાવી જાય છે એ જોવું રહ્યું.

ભાજપમાં કોને ટિકિટ મળી અને કોની કપાઈ?

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં પાલિકાના પાંચ પૂર્વ પ્રમુખે ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી. જેમાં ભાજપે બે પૂર્વ પ્રમુખ અશોક ઠાકોર અને અમૃત જોષી (દાઢી)ની ટીકીટ કાપી બદલામાં તેમના પુત્રોને ટિકિટ અપાઈ છે. જ્યારે ત્રણ પૂર્વ પ્રમુખ નીલમબેન જાની, હર્ષાબેન મહેશ્વરી અને હસમુખ પઢીયાર પર પસંદગીનો કળશ ઢોળી ફરી તેમને એક વાર તક આપવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ub4JSF

0 Response to "ભાજપે બે મહિલા અને એક પુરુષ મળી ત્રણ પૂર્વ પ્રમુખ ચૂંટણીમાં ઉતાર્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel