સાજિત્રાના કોંગ્રેસના ધારાસભ્યનો વોઈસ સેમ્પલ ટેસ્ટ લેવા મંજૂરી

આણંદ,તા. 4 ફેબ્રુઆરી 2021, ગુરુવાર
ટેલીફોન ઉપર ધમકી આપવાના એક કેસમાં સોજિત્રાના કોંગ્રેસના ધારાસભ્યનો વોઈસ સેમ્પલ ટેસ્ટ લેવાની રીવીઝન અરજી ખંભાતની સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. હવે ધારાસભ્યનો વોઈસ સેમ્પલ ટેસ્ટ લેવામાં આવશે.
મળતી માહિતી મુજબ ફરિયાદી રફીકભાઈ બદરૂદ્દીન લાખાણીએ સોજિત્રા કોંગ્રેસના ધારાસભ્ય પૂનમભાઈ માધાભાઈ પરમાર વિરૂધ્ધ ફોન ઉપર અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ તારાપુર પોલીસ મથકે નોંધાવી હતી. જે અંગે તારાપુર પોલીસે ગુનો નોંધી ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસમાં સરકાર દ્વારા સ્પેશ્યસ પીપી તરીકે તત્કાલીન મદદનીશ સરકારી વકીલની નિમણુંક કરાઈ હતી. જેઓએ આરોપીનો વોઈસ સેમ્પલ લેવા જરૂરી હોઈ તા.૧૧ ડિસેમ્બર, ૨૦૦૦ના રોજ તારાપુર કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી તા.૨૩ ડિસેમ્બર, ૨૦૦૦ના રોજ નામંજુર થઈ હતી.
જેથી રીવીઝન અરજી દાખલ કરાઈ હતી. જેની સુનાવણી ખંભાતની સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે અરજી મંજૂર કરીને તારાપુરની કોર્ટના હુકમને ભુલભરેલો ગણાવી અરજીની દાદ મુજબ વોઈસ સેમ્પલ લેવા સાથે જરૂરી એવી પ્રક્રિયા સત્વરે અનુસરવાનો આદેશ પણ કર્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2O784Sq



0 Response to "સાજિત્રાના કોંગ્રેસના ધારાસભ્યનો વોઈસ સેમ્પલ ટેસ્ટ લેવા મંજૂરી"
Post a Comment