મુળી તાલુકાના ગઢાદ ગામમાં જુગાર રમતા 7 શખ્સો પકડાયા

મુળી તાલુકાના ગઢાદ ગામમાં જુગાર રમતા 7 શખ્સો પકડાયા


સરા, તા. 10 ફેબ્રુઆરી, 2021, બુધવાર

મૂળી પી એસ આઇ ડી.જે.ઝાલા સ્ટાફ સહિત મૂળી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે ચોકકસ બાતમીના આધારે ગઢાદ ગામની સીમમા આવેલ એક વાડીના ખુલ્લા પટમા જુગટુ રમતા ઇન્દુભા પથુભા પરમાર રે.ગઢાદ રમણીકભાઇ બહાદુરભાઇ કોળી રે.સરલા ભવાનસિહ રણજીતસિહ પરમાર રે.મૂળી, મહાવિરસિહ ખોડુભા પરમાર રે.મૂળી, કમલેશભાઇ રમેશ ભાઇ વસવેલીયા કોળીપરા રે.મૂળી, ગીરીરાજસિહ કાળુભાઇ રોજાસરા રે.મૂળી, શલૈષભાઇ કરશનભાઇ ગળધરીયા રે.ગઢાદ જુગાર રમતા હતા.

તે દરમ્યાન પોલીસ ધસી જતા રંગમાં ભંગ પડયો હતા.ે સાત શકુનિઓ પાસેથી રૂ.૩૯.૬૦૦ રોકડા મોબાઇલ નંગ-૭ કિમત રૂ.૧૬૦૦૦, મોટર સાયકલ નંગ -૨ કિમત રૂ.૪૦૦૦૦ મળી કુલ રૂ.૯૫૬૦૦ના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લઇ કોઇપણ જાતની શેહશરમ વિના ધોરણસરની કાર્યવાહી કરતા શકુનિઓમાં ભારે ફફડાટની લાગણી જન્મી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q4ovNn

0 Response to "મુળી તાલુકાના ગઢાદ ગામમાં જુગાર રમતા 7 શખ્સો પકડાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel