અમદાવાદમાં નવા 70 કેસ નોંધાયા, એક દર્દીનું મોત
અમદાવાદ, તા. 22 ફેબ્રૂઆરી, 2021, સોમવાર
અમદાવાદ શહેરમાં ચૂંટણી પ્રચાર અને રવિવારે મતદાન બાદ ફરી એકવખત કોરોના સંક્રમણમાં વધારો થવા પામતા અગાઉ આપવામાં આવેલી વ્યાપક મુકિત હવે ભારે પડશે એમ દેેખાઈ રહ્યું છે.શહેરમાં લાંબા સમય બાદ ત્રણ સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની ફરજ પડી છે.
સોમવારે શહેરમાં નવા 70 કેસ નોંધાયા છે જયારે એક પેશન્ટનું કોરોનાથી મોત થવા પામ્યું છે.શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી એક આખી સોસાયટીને કોરોના સંક્રમણને લઈ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુકવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં રવિવારે કોરોનાના 66 કેસ નોંધાવા પામ્યા હતા.સંક્રમણ વધવાની દહેશત વચ્ચે મ્યુનિ.તંત્ર દ્વારા અગાઉ બંધ કરવામાં આવેલા કોરોના ટેસ્ટીંગ માટેના ડોમ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના નિયમો અંગે ખુદ મ્યુનિ.તંત્રે પણ આંખ આડા કાન કર્યા હતા.
જેના પરીણામે સોમવારે શહેરમાં વધુ 70 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક દર્દીનું સારવાર દરમ્યાન મોત થવા પામ્યુ છે. શહેરમાં અત્યારસુધીમાં કુલ 58202 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ગયા છે.આજના મરણ સાથે અમદાવાદમાં અત્યારસુધીમાં 2253 લોકોના કોરોના સંક્રમિત થવાથી મોત થયા છે.જયારે કુલ મળીને 55718 લોકો સાજા થયા છે.
સોમવારે દક્ષિણ ઝોનના ખોખરા વોર્ડમાં આવેલી ભુલેશ્વર સોસાયટીના 13 મકાનમાં રહેતા 47 લોકો,ઘાટલોડિયામાં વિશ્વાસ સિટી-બે પાસે આવેલા ગોપી રો હાઉસની આખી સોસાયટીમાં આવેલા દસ મકાનમાં રહેતા 42 લોકો અને શીલજ રોડ પર આવેલા હરીહરાશ્રય બંગલો ભાગ-એકના ચાર મકાનમાં રહેતા 25 લોકોને કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુકવામાં આવ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bxKgin
0 Response to "અમદાવાદમાં નવા 70 કેસ નોંધાયા, એક દર્દીનું મોત"
Post a Comment