
મોરબીના કોંગી આગેવાન ઉપર હુમલામાં 6 શખ્સોની ધરપકડ
મોરબી, તા. 17 ફેબ્રુઆરી, 2021, બુધવાર
મોરબીમાં વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાર્યકરના ઘરે જઈને કોંગ્રેસ કાર્યકર અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરવાના બનાવમાં પોલીસે આઠ શખ્શો સામે ગુન્હો નોંાધી તપાસ ચલાવી હતી જેમાં છ ઇસમોને દબોચી લેવાયા છે તો અન્ય આરોપીની શોાધખોળ ચલાવી છે.
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ સોસાયટી પર રહેતા કોંગ્રેસ કાર્યકર કનુંભાઇ ઉર્ફે કર્નલભાઈ નરસીભાઈ લાડલા અને તેમના ભાઈ હરિભાઈ નરસીભાઇ લાડલાના ઘરે એ આરોપીઓએ ધોકા પાઇપ જેવા હિાથયારાથી બન્ને ભાઈ પર જીવલેણ હુંમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી આ અગે એ ડીવીઝન પોલીસ માથકમાં ફરિયાદ નોંાધાઈ હતી
જેમાં કનુંભાઈના ભાઈ હરિભાઈએ એ ડિવિઝન પોલીસ સમક્ષ મોરબી પાલિકાના વોર્ડ ૧ ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના ભત્રીજા, ઇમરાન જેડા અને અન્ય ૬ જેટલા અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંાધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના ભાઈ કનું ભાઈ ઉર્ફે કર્નલભાઈને સવારે સેવા સદન ખાતે દેવાભાઈ સાથે માથાકુટ થઈ હતી જેનો ખાર રાખી આરોપીઓએ તેના ઘર પર જીવલેણ હુમલો કરી બન્ને ભાઈઓને ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ માથકના પી.આઈ બી.પી.સોનારાએ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
મોરબીમાં ચુંટણીના માહોલમાં કોંગ્રેસ આગેવાન અને તેના ભાઈ પર ભાજપ ઉમેદવારના ભત્રીજા સહિતના શખ્શોએ હુમલો કર્યો હતો જે બનાવ મામલે પોલીસે આઠ સામે ગુન્હો નોંાધી તપાસ ચલાવી હતી જેમાં ઇમરાન જેડો, વિપુલ અવાડીયા, કાનભા ગઢવી, રફીક જામ, અસલમ શેખ અને જુનેદ એમ છને ઝડપી લીાધા હતા જયારે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bdRBDH
0 Response to "મોરબીના કોંગી આગેવાન ઉપર હુમલામાં 6 શખ્સોની ધરપકડ"
Post a Comment