ધાનેરાના એટા ગામે 50 દિવસ પહેલા દફનાવાયેલા સગીરની લાશ બહાર કઢાઇ
ધાનેરા તા.19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
ધાનેરા તાલુકાના એટા ગામે ૧૪ વર્ષીય જીગરનું અંદાજે ૫૦ દિવસ પહેલા ખેતતલાવડીમાં પડવાથી મોત થયું હતું જેની દફનવિધિ પણ થઈ ગઈ હતી. પરંતુ પિતાને શંકા જતા લાશની પીએમ કરવાની માંગ કરી હતી. જેથી આજે મામલતદારની હાજરીમાં દફન કરાયેલ લાશને બહાર કઢાઇ હતી.
બનાવની વિગત મુજબ મૃતકના પિતા આયદાનભાઈ ને સમગ્ર મામલે શંકા જતા ફરી પી.એમ કરવાની માંગ કરતા ધાનેરા મામલતદાર પોલીસ અને ડોકટર ની ટિમ સાથે દફન કરેલ મૂર્તક ની લાસ ને બહાર કાઢી હતી. મૃતકની લાશને એફ એસ એલ માં મોકલી આપી છે.૧૪ વર્ષીય જીગર ખેતતલાવડીમાં પડી જવાથી મોત થયું હતું પણ પિતા ને આ બાબતે શંકા જતા ગામ ના બે લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે .પુત્રના મોત નું સાચું કારણ જાણવા માટે લાશને બહાર કાઢીને પી.એમ કરવાની માંગ કરતા ધાનેરાના ઉચ્ચ અધિકારીઓ એ પંચો ને સાથે રાખી ને લાશને બહાર કાઠી ને વધુ વિગતો માટે પી.એમ અને એફ એસ એલ માટે મોકલી દેવામાં આવી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZxuZsv
0 Response to "ધાનેરાના એટા ગામે 50 દિવસ પહેલા દફનાવાયેલા સગીરની લાશ બહાર કઢાઇ"
Post a Comment