પાટડીના બજાણા હાઈ-વે પરથી રૂા. 21,900નો વિદેશી દારૂ જપ્ત

પાટડી, તા. 5 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે ત્યારે પાટડી તાલુકાના બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્થાનીક પોલીસે હાઈવે પરથી ઈંગ્લીશ દારૂ અને કાર સહિત એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસવડાની સુચનાથી તથા ધ્રાંગધ્રા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ બજાણા પીએસઆઈ સહિતના સ્ટાફે બજાણા હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું જેમાં બજાણા ગામ પાસે પહોંચતાં સવલાસ ગામ તરફથી એક કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને રોકી તલાસી લેતાં કારમાંથી ઈંગ્લીશ દારૂના પાઉચ નંગ-૨૧૯ કિંમત રૂા.૨૧,૯૦૦ તથા કાચના ચપલા નંગ-૯૫ કિંમત રૂા.૯,૫૦૦ મોબાઈલ કિંમત રૂા.૨,૦૦૦ અને કાર કિંમત રૂા.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૧.૩૩ લાખના મુદ્દામાલ સાથે કારચાલક પૂર્વદિપસિંહ વિનુભા જાડેજા ઉ.વ.૨૪ રહે.કચ્છવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે આ રેઈડ દરમ્યાન ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા સહિત બજાણા પીએસઆઈ વી.એન.જાડેજા અને સ્ટાફે સફળ કામગીરી હાથધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oQN7Yt



0 Response to "પાટડીના બજાણા હાઈ-વે પરથી રૂા. 21,900નો વિદેશી દારૂ જપ્ત"
Post a Comment