સાયલામાં સામાન્ય બોલાચાલીમાં 2 શખ્સોનો યુવક પર છરીથી હુમલો

સાયલા, તા. 5 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા શહેરી વિસ્તારમાં યુવકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલીમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જે દરમ્યાન ભોગ બનનાર યુવકે સાયલા પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી સંજયભાઈ જીવણભાઈ રાઠોડ રહે.સાયલાવાળાને અંદાજે ત્રણ વર્ષ પહેલા દલવાડી સમાજના ધરમશીભાઈ ટપુભાઈ તથા ઉમેશભાઈ તથા સંજયભાઈ અને હિતેષભાઈ સહિતનાઓ સાથે ઝઘડો થયો હતો અને તે અંગેનો કેસ કોર્ટમાં પેન્ડીંગ હોય તે અંગે સમાધાન બાબતે અવાર-નવાર ફરિયાદીને દબાણ કરતાં હતાં. પરંતુ સમાધાન કરવાની ના પાડતાં બંન્ને શખ્સો હિતેષભાઈ પ્રેમજીભાઈ રાવળ અને સંજયભાઈ વાઘેલા સહિતનાઓએ એકસંપ થઈ ફરિયાદીને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનીત કરી છરી વડે ગળા તેમજ હાથપગ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જે અંગે ભોગ બનનાર યુવકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aBKAfD



0 Response to "સાયલામાં સામાન્ય બોલાચાલીમાં 2 શખ્સોનો યુવક પર છરીથી હુમલો"
Post a Comment