બનાસકાંઠા:15252 પ્રાથમિક શિક્ષકો શેરીએ શેરી બાળકોને અભ્યાસ કરાવશે
પાલનપુર,તા.10 ફેબ્રુઆરી 2021, બુધવાર
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને લઈ નાના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષકોનો ફૂલ ટાઈમ શરૂ કરીને પ્રાથમિક સ્કૂલના બાળકોને ઘરે બેઠા શિક્ષણ પૂરું પાડવા માટે શેરી શિક્ષણનો નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં જિલ્લાની ૨૩૮૨ પ્રાથમિક શાળાના ૧૫૨૫૨ શિક્ષકો શેરીએ શેરી જઇ ધો.૧ થી ૮ ના બાળકોને હોમ લર્નીગના પાઠ ભણાવવા નું શરૂ કર્યું છે.
કોવિડ-૧૯ ના પ્રકોપને લઈ રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં બાળકોનું ઓફ લાઇન શિક્ષણ છેલ્લા એક વર્ષથી બંધ છે. જોકે દિવાળી બાદ કોરોનાનું સંકટ હળવું બનતા સરકાર દ્વારા તબક્કાવાર માધ્યમિક શિક્ષણ શરૂ કરવા માં આવ્યું છે. જે બાદ પ્રાથમિક શિક્ષણને પણ વેગ આપવા માટે સોમવાર થી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ફૂલ ટાઈમ હાજરી કરવામાં આવી છે અને ધો.૧ થી ૮ પ્રાથમિક વિભાગના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે શેરી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હોઈ બનાસકાંઠામાં પણ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં શેરી શિક્ષણ ની શરૂઆત કરવામાં આવી છે જેમાં જિલ્લા ની ૨૩૮૨ પ્રાથમિક સ્કૂલોના ૧૫૨૫૨ શિક્ષકો દ્વારા સોમવારથી ગામે ગામ બાળકોને શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં સવાર ના ૧૦ -૩૦ થી સાંજના ૫ કલાક દરમિયાન પ્રાથમિક શિક્ષકો દ્વારા પોતાના ગામ શહેર માં ધો.૧ થી ૮ ના બાળકોને હોમ લર્નીગ દ્વારા શિક્ષણના પાઠ ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈ નાના બાળકોનું શેક્ષણિક વર્ષ ન બગડવા ને લઈ વાલીઓમા આનંદની લાગણી છવાઈ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/372G8Wq
0 Response to "બનાસકાંઠા:15252 પ્રાથમિક શિક્ષકો શેરીએ શેરી બાળકોને અભ્યાસ કરાવશે"
Post a Comment