અમદાવાદમાં પાન મસાલામાં 15 કરોડની કરચોરી પકડાઈ
અમદાવાદ, તા. 9 ફેબ્રુઆરી 2021 મંગળવાર
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રૂપિયા 22 કરોડ 49 લાખની કરચોરી સદર્ભે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોરબી સિરામિકમાં જીએસટી ચોરીના કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બિલ વગર સિરામિકનો માલ ગુજરાત બહાર મોકલવામાં આવતો હતો.
મહત્વનું છે કે, મોરબી એ સિરામિકનું હબ કહેવાય છે. જ્યાં કરોડો રૂપિયાના વ્યવહારો પણ થતા હોય છે. જેને લઈને તંત્રની તાકતી નજર રહેતી હોય છે. રૂપિયા 39 કરોડ 89 લાખનો માલ મોકલી રૂપિયા 7 કરોડ 18 લાખની કરચોરી કરી હોવાની માહિતી સામે આવી છે. તો અમદાવાદમાં પાન-મસાલાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ પાન-મસાલાની પણ બિલ વગર સપ્લાય થતી હતી. જેના પર પણ GSTની ટીમે દરોડા પાડી કાર્યવાહી કરી છે. પાન મસાલામાં રૂપિયા 15 કરોડ 31 લાખની કરચોરી ઝડપાઇ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36XGygD
0 Response to "અમદાવાદમાં પાન મસાલામાં 15 કરોડની કરચોરી પકડાઈ"
Post a Comment