ડીસામાં ભાજપ પાર્ટીમાં બગાવત કરતા 12 કાર્યકર્તાઓ સસ્પેન્ડ

ડીસામાં ભાજપ પાર્ટીમાં બગાવત કરતા 12 કાર્યકર્તાઓ સસ્પેન્ડ

ડીસા, તા.19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

ડીસામાં નગરપાલિકાની ચૂંટણીને લઈ રોજે રોજ દરેક પક્ષમાં નવા નવા વળાંકો આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના જ સભ્યો ભાજપ પાર્ટી વિરુદ્ધ કામ કરતા ભાજપ પક્ષ દ્વારા ૧૨ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખાસ કરીને ૨૮ ફેબ્રુઆરીના રોજ જ્યારે ડીસા, પાલનપુર અને ભાભર નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે અનેક લોકોની ભાજપમાંથી ટિકિટો કપાતા હાલમાં ભાજપના જ સભ્યો ભાજપ પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા છે. ત્યારે ગત રોજ પાલનપુરમાં ભાજપ પાર્ટી વિરુદ્ધ કામ કરતા ૬ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર ડીસામાં પણ નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધનું કામ કરતા બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડાહ્યાભાઈ પીલીયાતર દ્વારા ૧૨ સભ્યોને ૬ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સસ્પેન્ડ થયેલ સભ્યો

(૧) મંજુલાબેન કિરણભાઈ રાવળ

(૨) કિરણભાઈ બાબુલાલ રાવળ

(૩) રમેશભાઈ અમરાજી માજીરાણા

(૪) જ્યોત્સનાબેન વિપુલકુમાર પઢીયાર

(૫) વિપુલકુમાર રમેશભાઈ પઢીયાર

(૬) મધુબેન શ્રવણભાઈ કેલા

(૭) કલ્પનાબેન ચંદ્રકાંતભાઈ આચાર્ય

(૮) ચંદ્રકાન્તભાઇ પરષોત્તમભાઈ આચાર્ય

(૯) દાડમબેન કુંભાજી માળી

(૧૦) કુંભાજી ધૂંખાજી ગેલોત

(૧૧) રતીલાલ સ્વરૃપલાલ ત્રિવેદી

(૧૨) વિજયકુમાર ઈશ્વરલાલ દવે



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aBHQQB

0 Response to "ડીસામાં ભાજપ પાર્ટીમાં બગાવત કરતા 12 કાર્યકર્તાઓ સસ્પેન્ડ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel