
આતુરતાનો અંતઃ ઉત્તર ગુજરાતમાં કોરોના વેક્સીનનું આગમન
મહેસાણા,તા.13 જાન્યુઆરી 2021, બુધવાર
મહેસાણા જિલ્લાને કોરોના વેક્સીનના ૧૮૫૨૦ ડોઝ અંતે ફાળવવામાં આવતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. ગાંધીનગરથી બુધવારે ખાસ વાનમાં લાવવામાં આવેલ કોરોના વેક્સીનનો જથ્થો મહેસાણા ખાતે આવેલ જુની તાલુકા પંચાયતની બિલ્ડીંગમાં તૈયાર કરવામાં આવેલ જિલ્લા વેક્સીન સ્ટોરમાં રાખવામાં આવ્યો છે. ૧૬ જાન્યુઆરીથી મહેસાણા જિલ્લામાં વ્યવસ્થા કરવામાં આવેલ ૧૦ કેન્દ્રોએ પ્રથમ ચરણમાં ૧૫૬૦૮ ખાનગી અને સરકારી હેલ્થ વર્કરોને રસી આપવામાં આવનાર છે.
મહેસાણા જિલ્લામાં તાલુકા દિઠ કોરોના રસીકરણ માટે ૧૦ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. અગાઉ તે માટે ડ્રાયરન પણ થયું હતું. આ સ્થળોએ પ્રતિક્ષાકક્ષ, વેક્સીનેશન રૃમ અને નિરીક્ષણ કક્ષની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે રસીકરણ સંદર્ભે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા માઈક્રો પ્લાનીંગ કરાયું છે. બુધવારે ગાંધીનગરથી ખાસ વાહનમાં મહેસાણા જિલ્લાને ફાળવવામાં આવેલ કોરોના વેક્સીનના ૧૮૫૨૦ ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો. જેને વેક્સીનના સંગ્રહ માટે તૈયાર કરવામાં આવેલા રૃમમાં રાખવામાં આવ્યો છે. હવે આગામી ૧૬ જાન્યુઆરીથી જિલ્લામાં બનાવાયેલા ૧૦ કેન્દ્રો ઉપર પ્રથમ ચરણમાં ૧૫૬૦૮ હેલ્થ વર્કરોને કોરોનાની રસી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. નોંધપાત્ર છે કે જિલ્લામાં ઘણા સમયથી કોરોના વેક્સીનના ડોઝની રાહ જોવાતી હતી. જેથી કોરોના રસી આખરે મહેસાણા આવી પહોંચતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે.
કોરોના રસીકરણના 10 સેન્ટર
(૧) વડનગર મેડીકલ કોલેજ (૨) મહેસાણા સિવિલ હોસ્પિટલ (૩) ઊંઝા એસડીએચ (૪) વિસનગર એસડીએચ (૫) કડી ભાગ્યોદય હોસ્પિટલ (૬) કુકરવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર (૭) જોટાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર (૮) બેચરાજી સામુહિક આરોગ્ય કેન્દ્ર (૯) સતલાસણા સામુહિક આરોગ્ય કેન્દ્ર (૧૦) ડભોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
કોલ્ડચેન સાથે 10 સેન્ટરોમાં કોરોના વેક્સીન પહોંચાડાશે
મહેસાણા જિલ્લાને પ્રથમ તબક્કામાં કોરોના વેક્સીનના ૧૮૫૨૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે. તેને હાલ મહેસાણા શહેરમાં આવેલ જુની તાલુકા પંચાયતની બિલ્ડીંગમાં બનાવાયેલ સ્ટોર રૃમમાં રાખવામાં આવેલ છે. અહીંથી કોલ્ડચેન સાથે દરેક તાલુકામાં તૈયાર કરવામાં આવેલ ૧૦ કેન્દ્રો સુધી જરૃરિયાત મુજબ કોરોના રસીનો જથ્થો પહોંચાડાશે. જેની સાથે વેક્સીન આપવા માટેની એડી સીરીન્જ પણ ફાળવવામાં આવશે.
કોરોના રસીના એક વાયલથી ૯ લાભાર્થીને ડોઝ આપી શકાય
મહેસાણા જિલ્લામાં પસંદ કરવામાં આવેલ ૧૦ સેન્ટરોમાં પ્રથમ ચરણમાં ઓછામાં ઓછા ૧૦ ફ્રન્ટ લાઈન વર્કરને કોરોના વેક્સીન આપવાનું આયોજન છે. ૫ એમએલના કોરોના વેક્સીનના એક વાયલમાંથી ૯ થી ૧૦ લાભાર્થીઓને ડોઝ આપી શકાય છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iaPROB
0 Response to "આતુરતાનો અંતઃ ઉત્તર ગુજરાતમાં કોરોના વેક્સીનનું આગમન"
Post a Comment