પાલનપુરના પખાણવામાં જંગલી ભૂંડનો આતંકઃ ત્રણ વ્યક્તિને ઇજા

પાલનપુરના પખાણવામાં જંગલી ભૂંડનો આતંકઃ ત્રણ વ્યક્તિને ઇજા

પાલનપુર તા.13 જાન્યુઆરી 2021, બુધવાર

પાલનપુર તાલુકાના પખાણવા ગામે છેલ્લા બે દિવસથી હડકાયેલા થયેલા એક જંગલી ભૂંડે આતંક મચાવ્યો હતો .અને ખેતરે જતા તેમજ ખેતરમાં કામ કરતા ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કરતા ગ્રામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો જોકે ભૂંડના આતંક અંગે વન વિભાગ તેમજ પશુપાલન વિભાગમાં જાણ કરવા છતાં ભૂંડ ને પકડવામાં ન આવતા ગ્રામજનોમાં રોષની લાગણી છવાઈ હતી.

પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં જંગલી ભૂંડો નો આતંક વધી રહ્યો છે. જે વચ્ચે પખાણવા ગામે હડકાયેલા થયેલા એક જંગલી ભૂંડે ખેતર માં કામ કરતા તેમજ ખેતરે આવતા જતા લોકો ઉપર હુમલા શરૃ કર્યા હતા. અને છેલ્લા બે દિવસમાં ખેતર માં કામ કરતા ત્રણ વ્યક્તિઓ  ઉપર આકસ્મિક હિંસક હુમલા કરીને ગંભીર ઘાયલ કર્યા હતા .જેને લઈ આ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .જોકે હડકાયેલા ભૂંડે બે દિવસમાં ત્રણ વ્યક્તિ ઉપર હુમલો કરતા ભૂંડના આતંક થી ગ્રામજનો ફફડાટ ફેંલાયો હતો અને ભૂંડ ના આતંક થી લોકોને એકલ દોકલ ખેતરે જવું મુશ્કેલ બન્યું હતું .

જોકે ગ્રામજનો દ્રારા આતંક મચાવી રહેલા આ જંગલી ભૂંડને પકડવા અંગે વન વિભાગ તેમજ પશુપાલન વિભાગ ને જાણ કરવામાં આવી હતી .પરંતુ આ બંને વિભાગે ભૂંડ પકડવાની જવાબદારી તેમની ન હોવાનું જણાવી ને હાથ અઘ્ધર કરી દેતા આખરે ગ્રામજનો દ્રારા જંગલી ભૂંડ ને પકડી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જેને લઈ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39yVlig

0 Response to "પાલનપુરના પખાણવામાં જંગલી ભૂંડનો આતંકઃ ત્રણ વ્યક્તિને ઇજા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel