
હળવદની સરકારી હોસ્પિટલમાં બાળકોને પોલિયોની રસી અપાઇ
હળવદ, તા. 31 જાન્યુઆરી, 2021, રવિવાર
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ''બે ટીપાં જીવનના'' ભારતને પોલિયો મુક્ત બનાવા સરકાર દ્વારા પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું.
૩૧મી જાન્યુઆરીના દિવસે પોલિયોની રસી આપવામાં આવે છે ત્યારે ગુજરાત પણ પોલિયો મુક્ત બને તે માટે સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા પાંચ વર્ષ સુધીના બાળકોને આ રસી આપવામાં આવે છે ત્યારે આજે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ૯૯ બુથ ઉપર ૩૫૮ ટીમ દ્વારા ૨૩૫૫૯ બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે.
હળવદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ''બે ટીપાં જીવનના'' ભારતને પોલિયો મુક્ત કરવા સરકાર દ્વારા પોલિયો રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ૩૧ જાન્યુઆરીને પોલિયો દિવસના ભાગરૂપે સરકારી હોસ્પિટલ ખાતે બાળકોને પોલિયોનીરસી પીવડાવવામાં આવી હતી. બાળકોને પોલિયો રસી આપવામાં આવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L4xfDS
0 Response to "હળવદની સરકારી હોસ્પિટલમાં બાળકોને પોલિયોની રસી અપાઇ"
Post a Comment