જખવાડા પાસે કન્ટેનરમાંથી દારૂ-બિયરની 1 હજાર પેટી પકડાઈ

જખવાડા પાસે કન્ટેનરમાંથી દારૂ-બિયરની 1 હજાર પેટી પકડાઈ


વિરમગામ, તા. 31 જાન્યુઆરી, 2021, રવિવાર

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર દિન-પ્રતિદિન બુટલેગરો દ્વારા ઇંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.

જે દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે એક કન્ટેનર ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો ભરી સાણંદ તરફથી ગાંધીધામ તરફ જનાર છે. તે બાતમીના આધારે વિરમગામ અમદાવાદ હાઈવે ઉપર જખવાડા ગામ એસ્સાર પેટ્રોલ પંપ પાસે આવેલી ઢાબાની સામે વોચમાં ઉભા રહેલ તે દરમ્યાન સાણંદ તરફથી બાતમીવાળુ કન્ટેનર આવતા રોડ ઉપર આડશ ઉભી કરી કન્ટેનરને રોડની સાઈડમાં ઢાબાની પાર્કિંગમાં ઉભુ રાખી કન્ટેનરની અંદર શું છે તે પૂછપરછ કરતા ચાલકે ચોખાના કટ્ટા ભરેલ છે અને ગાંધીધામ લઈ જવાનું છે તેવું જણાવેલ.

 બાદમાં કન્ટેનરની અંદર તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પુંઠાના બોક્સમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૩૮૦૦ કિંમત રૂ. ૫૪,૬૦,૦૦૦ રોકડ રકમ ૬૩૦ મોબાઈલ ફોન-૩ કિં.રૂા. ૬૦૦૦, કેન્ટેનર કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦ કુલ કિંમત રૂ. ૬૯,૬૬,૬૩૦ના મુદ્દામાલ સાથે આરોપી (૧) સાજીદ અલી અલીહસન સૈફી (૨) મહંમદરાજીદ અલીહસન સૈફી રહે. અમ્હેડા પોસ્ટ. ચોદરપુર અમઢા પકબરાજી અમરોહા (ઉત્તરપ્રદેશ)વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ સમગ્ર રેઇડ દરમ્યાન આર.એસ. શેલાણા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલસીબી હેડ કોન્સ્ટેબલ અજયસિંહ, દિલીપસિંહ, જયદિપસિંહ, મુકેશભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39zUkrx

0 Response to "જખવાડા પાસે કન્ટેનરમાંથી દારૂ-બિયરની 1 હજાર પેટી પકડાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel