
મહેસાણાના ખેડૂતો દિલ્હી જશે વિજાપુરમાં કોંગી આગેવાનોનો શંખનાદ
મહેસાણા તા.,08 જાન્યુઆરી 2021, શુક્રવાર
વિજાપુર નજીક હિંમતનગર રોડ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસે ખેડૂત અધિકાર સંમેલન યોજી ભાજપની ખેડૂત વિરોધી નીતિઓ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી તેમજ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં કોંગી આગેવાનોએ મહેસાણા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો કૃષિ બિલનો વિરોધ કરવા પહોંચે તે હેતુસર ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું હતું અને તેની તૈયારી અને તેની જવાબદારી મહેસાણાના ત્રણ અગ્રણીઓને સોંપવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલોના વિરોધમાં દિલ્હી ખાતે દિલ્હી ખાતે છેલ્લા ૪૦ દિવસથી પંજાબ હરિયાણા અને દિલ્હીમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. તેઓ કૃષિ બીલો પરત ખેંચાય તેમજ ટેકાના ભાવે કૃષિ ઉપજોની ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કોંગ્રેસે પણ આ મામલે ખેડૂતોને તનુ સમર્થન જાહેર કરી દેશભરમાં ખેડૂત અધિકાર સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. તેના ભાગરૃપે શુક્રવારના રોજ વિજાપુર નજીક આવેલ પહાડા વાળી મહાકાળી માતાના મંદિરના પ્રાંગણમાં કોંગ્રેસનો ખેડૂત સંમેલન યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત રહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ એ કહ્યું હતું કે કેટલાક ઉદ્યોગપતિઓના લાભમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ બિલો મંજુર કરવામાં આવ્યા છે. તેની અમલવારીથી ચૅસબ બજારો ધીરે ધીરે બંધ થવાની સંભાવના જણાય છે.
જ્યારે ખાનગી બજારોમા ખેડૂતોને તેમની કૃષિ ઉપજોનો પૂરતો ભાવ મળી શકે તેમ નથી. આ કારણે ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ જશે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભાજપની ખેડૂત અને પ્રજા વિરોધી નીતિઓને કારણે અત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે જ્યારે ખેડૂતોને પોતાના અધિકારો માટે આવી કડકડતી ઠંડીમાં આંદોલન કરવાની ફરજ પડી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ લોકોને પૂરતા પ્રમાણમાં મળતી નથી. આ પ્રસંગે સંમેલનના અધ્યક્ષસ્થાનેથી રાજ્યના પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ, ધારાસભ્ય ડો.સી જે ચાવડા, અશ્વિન કોટવાલ સહિતના કોંગી આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કરી ને કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સંમેલનમાં સમગ્ર વિજાપુર તાલુકામાંથી ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો એ હાજરી આપી હતી.
મહેસાણા જિલ્લાના ત્રણ કોંગી અગ્રણીઓને જવાબદારી
વિજાપુર ખાતે યોજાયેલ કોંગ્રેસના ખેડૂત સંમેલનમાં કોંગી અગ્રણીઓએ મહેસાણા જિલ્લાના ખેડૂતો દિલ્હી પહોંચે તે માટે ત્રણ અગ્રણીઓને જવાબદારી સોંપી છે. કોંગ્રેસના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી, જયદિપસિંહ ડાભી અને ભૌતિક ભટ્ટને આ જવાબદારી સોંપી હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણેય આગેવાનો દિલ્હી ખાતે આગેકૂચ કરશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39iwI9B
0 Response to "મહેસાણાના ખેડૂતો દિલ્હી જશે વિજાપુરમાં કોંગી આગેવાનોનો શંખનાદ"
Post a Comment