ધમા મિલનના હત્યાના કેસમાં પૂર્વ કોર્પોરેટરની જામીન અરજી ફગાવાઈ

ધમા મિલનના હત્યાના કેસમાં પૂર્વ કોર્પોરેટરની જામીન અરજી ફગાવાઈ

ઊંઝા,તા.08 જાન્યુઆરી 2021, શુક્રવાર

ઊંઝામાં કડવા પાટીદાર યુવા મોરચાના પ્રમુખ ધમા મિલનની હત્યા કરવાની રૃ.૧.૩૦ કરોડની આપેલી સોપારીના બહુચર્ચીત કેસમાં સંડોવાયેલા બે આરોપીઓ પૈકી સજા કાપી રહેલા ઊંઝા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સંજય પીટરની ડિફોલ્ટ બેલની જામીન અરજી ઊંઝા કોર્ટે ફગાવી દીધી છે.

ઊંઝા બે માસ અગાઉના બહુચર્ચિત ધર્મેન્દ્ર મિલનના અપહરણ કેસમાં બે આરોપીઓ પૈકી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સંજય પીટરની બે માસ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની આજે ઊંઝાની નામદાર કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિજયભાઈ બારોટે ધારદાર રજૂઆત કરી કે આ કેસના ગુના પ્રમાણે બે માસમાં એટલે કે ૬૦ દિવસ સુધીમાં આરોપી સામે ચાર્જશીટ રજૂ થાય નહી તો આરોપીને ડિફોલ્ટ બેલનો લાભ મળી શકે છે. પરંતુ આજે પોલીસ દ્વારા ૬૦માં અંતિમ દિવસે ચાર્જશીટ દાખલ કરવામાં આવતાં ડિફોલ્ટ બેલ અંતર્ગત જામીન મળવાપાત્ર નહી થતા હોવાની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી સંજય પીટરની જામીન અરજી ફગાવી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઊંઝાના પૂર્વ કોર્પોરેટર સંજય પીટર અને તેના મિત્ર ભવલેશ પટેલે બહુચરાજીના જીતુ જોષી સાથે બેઠક કરીને ધમા મિલનને ઉપાડી જઈ હત્યા કરવાની રૃ.૧.૩૦ કરોડમાં સોપારી આપી હતી. જે પેટે ૧૦ લાખ રૃપિયાનું પેમેન્ટ જીતુ જોષીને કરવામાં પણ આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનું કોલ રેકોર્ડીંગ કરીને ધર્મેન્દ્ર મિલને ઉપરોક્ત બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે આઈપીસી ૩૦૭ સહિત અન્ય કલમો સાથે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. અને જેમાં સંજય પીટરની બે માસ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nukS0Y

0 Response to "ધમા મિલનના હત્યાના કેસમાં પૂર્વ કોર્પોરેટરની જામીન અરજી ફગાવાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel