પોલીસે પીછો કરી કારમાંથી દારૂ પકડયો : ચાલક ફરાર

પોલીસે પીછો કરી કારમાંથી દારૂ પકડયો : ચાલક ફરાર


પાટડી, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર

સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહિત હાઈવે પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે ત્યારે જીલ્લા પોલીસવડાની સુચનાથી પાટડી તાલુકાના માલવણ પાસે હાઈવે પર પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથધરવામાં આવ્યું હતું જે દરમ્યાન એક કાર પુરઝડપે પસાર થતાં તેને રોકવાનો પ્રયાસ કરતાં કારચાલકે કાર રોકી નહોતી અને ધ્રાંગધ્રા હાઈવે પર ભગાવી મુકી હતી. આથી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી અખીયાણા-માલવણ વચ્ચે કારને ઝડપી પાડી તલાશી લેતાં તેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો સહિત કુલ રૂા. ૧,૧૧,૧૨૫નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે કારચાલક નાસી છુટયો હતો. આ સમગ્ર રેઈડ દરમ્યાન પીએસઆઈ વી.એચ. જાડેજા, અજયસિંહ ઝાલા, સુરેશભાઈ મુંધવા, યશપાલસિંહ સહિતનાઓએ સફળ કામગીરી કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MFRJn3

0 Response to "પોલીસે પીછો કરી કારમાંથી દારૂ પકડયો : ચાલક ફરાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel