ચૂંટણી પૂર્વે જ પાટડી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખે રાજીનામું આપતા હલચલ

ચૂંટણી પૂર્વે જ પાટડી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખે રાજીનામું આપતા હલચલ


પાટડી, તા. 23 જાન્યુઆરી, 2021, શનિવાર

સમગ્ર જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી જાહેર થઈ ચુકી છે ત્યારે આ ચુંટણીમાં જીત મેળવવા ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે પાટડી શહેર કોંગ્રેસ ઉપ-પ્રમુખે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ રાજીનામું આપી દેતાં ચકચાર મચી જવા પામી હતી.

પાટડી શહેર કોંગ્રેસના ઉપ-પ્રમુખ સતીષભાઈ ચંદારાણાએ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી ટાણે જ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાને રાજીનામું આપી દેતાં ચકચાર મચી જવા પામી હતી અને તેઓના જણાવ્યા મુજબ પોતે પાટડી શહેર કોંગ્રેસ સમિતિના ઉપ-પ્રમુખનો હોદ્દો ધરાવે છે તે તેમ છતાંય કોંગ્રેસના આગેવાનો દ્વારા સતત તેઓની અવગણના કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને હાલમાં નવી વરણી કરવામાં આવેલ શહેર કોંગ્રેસ પ્રમુખ બાબતે તેઓની પાસેથી કોઈપણ પ્રકારનો અભિપ્રાય લીધા વગર નિર્ણય લેતાં નારાજગી દર્શાવી હતી અને પાટડી શહેર કોંગ્રેસ ઉપ-પ્રમુખ તેમજ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાને રાજીનામું આપ્યું હતું જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ રાજીનામું આપતાં કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39ZOeQk

0 Response to "ચૂંટણી પૂર્વે જ પાટડી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખે રાજીનામું આપતા હલચલ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel