
મહેસાણામાં સંક્રમણ યથાવત જ્યારે પાટણ- બનાસકાંઠા જિલ્લામાં નહિવત
મહેસાણા, તા.08 જાન્યુઆરી 2021, શુક્રવાર
ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા માં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.જેના લીધે રહીશોમાં રાહત જોવા મળેલ છે. મહેસાણા જિલ્લામાં શુક્રવારે ૧૨ કેસ નોંધાયા છે.પાટણમાં ૧ તથા બનાસકાંઠામાં માત્ર ૦ જ કેસ નોંધાયા છે. આમ આજે ૧૪ કોરોનાના નવા દર્દીઓ જોવા મળેલ છે.
મહેસાણા જિલ્લામાં શુક્રવાર સુધીમાં ૪૨૫૦૧ના સેમ્પલ લેવાયા હતા . જેમાં ૩૯૯૫૪નો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે.આજે ૩૮૮સેમ્પલનું રીઝલ્ટ આવેલ છે. જેમાં ૩૭૬નું પરીણામ નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ૧૨ કેસ પોઝિટીવ જોવા મળ્યા છે. ૧૧૩ એકટીવ કેસ નોંધાયા છે.૨૯૧નું રિઝલ્ટ પેન્ડીંગ છે. ૧૨ દર્દીઓ સાજા થતાં રજા અપાઈ છે. આજે નોંધાયેલ ૧૨ પૈકી શહેરી વિસ્તારોમાં ૭ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ૫કેસ નોંધાયા છે. મહેસાણા જીઆઇડીસી પાસે, ઉંઝામાં -૩, વિસનગર -૧, વનડનગર-૧, વિજાપુર -૧, ઊંઝા તાલુકાના બ્રાહ્મવાડા-૨, ખેરાલુંના લીંમડીમાં-૨ તથા વઘવાડીમાં ૧ કેસ નોંધાયો છે.
પાટણ જિલ્લામાં માત્ર ૧ કેસ નોંધાયા છે. જિલ્લાનો સંક્રમિત આંક ૪૧૪૭ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં માત્ર ૧ કેસ નોંધાયો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ns7ISc
0 Response to "મહેસાણામાં સંક્રમણ યથાવત જ્યારે પાટણ- બનાસકાંઠા જિલ્લામાં નહિવત"
Post a Comment