પ્રહલાદન શોપિંગ સેન્ટરમાં રીઢા બાકીદારોની 11 દુકાનો કરી સીલ

પ્રહલાદન શોપિંગ સેન્ટરમાં રીઢા બાકીદારોની 11 દુકાનો કરી સીલ

પાલનપુર,તા.08 જાન્યુઆરી 2021, શુક્રવાર

પાલનપુર નગરપાલીકા દ્રારા શહેરના મિલકત ધારકો  પાસેથી બાકી કર ની વસૂલાત કરવા માટે આક્રમક વેરા વસુલાત ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં શહેરના પ્રહલાદન શોપિંગ સેન્ટરમાં પાલીકા નું બાકી લ્હેણા ની વસુલાત મામલે ૧૧ દુકાનો સિલ કરવામાં આવી હતી જેને લઈ પાલીકાનો કર ભરવામાં લાપરવાહી દાખવતા બાકીદારો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પાલનપુર નગરપાલિકા ની આથક સ્થિતિ સુધારવા માટે વેરા વસુલાત શાખા દ્રારા મિલકત ધરકોનો બાકી કર ની વસુલાત કરવા માટે પાલિકાના રીઢા બાકીદારોને બાકી કર ભરી જવા માટે આખરી નોટિસો અપાઈ હતી તેમ છતાં કેટલાક રીઢા બાકીદારો પાલીકા નો વેરો ન ભરતા આખરે નગર પાલિકાની વેરા વસુલાત શાખા દ્રારા શુક્રવારે આક્રમક વેરા વસુલાત ઝૂંબેશ હાથ ધરવા માં આવી હતી .જેમાં કેટલાક બકીદારો પાસે થી રૃ. ૨.૩૦ લાખના બાકી વેરા ની સ્થળ પર વસૂલાત કરાઈ હતી અને બાકી કર મામલે પ્રહલાદન શોપિંગ સેન્ટર માં આવેલી જુદીજુદી  ૧૧ દુકાનોને સિલ કરવામાં આવતા પાલિકાના રીઢા બાકીદારો માં દોડધામ મચી જવા પામી હતી .જોકે પાલિકાની વેરા વસુલાત શાખા દ્રારા બાકી કર ની વસુલાત માટે ઝૂંબેશ ચાલુ રખાશે અને બાકીદારો સામે તેમની મિલકત સિલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q5md0e

0 Response to "પ્રહલાદન શોપિંગ સેન્ટરમાં રીઢા બાકીદારોની 11 દુકાનો કરી સીલ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel