કોરોના સ્કેમ: બાલાજી હોસ્પિટલના વધુ બે બોગસ દર્દીઓના નામે મેડીક્લેમ મુકાયો

કોરોના સ્કેમ: બાલાજી હોસ્પિટલના વધુ બે બોગસ દર્દીઓના નામે મેડીક્લેમ મુકાયો

વડોદરા, તા. 15 જાન્યુઆરી 2021, શુક્રવાર

વડોદરાની બાલાજી હોસ્પિટલ દ્વારા બોગસ દર્દીઓને કોરોના પોઝિટિવ બતાવી મેડીક્લેમ નારુ મેળવવાના બહાર આવેલા કૌભાંડ આ અંગે પોલીસ તપાસ દરમિયાન વધુ બે બોગસ દર્દીની ફાઈલ મેડીક્લેમ માટે મુકાઇ હોવાની વિગતો બહાર આવતા બીજો ગુનો નોંધવામાં આવ્યો છે.

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી બાલાજી હોસ્પિટલના સંચાલક ડૉ અનિલ પટેલ, નજીકમાં આવેલી દ્વારકેશ લેબના સંચાલક રીપલ મિશ્રા તેમજ એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્સ્યોરન્સના એજન્ટ પ્રવીણ પરમાર દ્વારા થોડા સમય પહેલા નિમેષ પરમાર નામના ખાનગી હોસ્પિટલના કર્મચારીને કોરોના પોઝિટિવ દર્શાવી બોગસ ફાઈલ દ્વારા મેડીક્લેમ મેળવવાનો કારસો રચાયો હોવાની વિગતો બહાર આવતા પોલીસે ચારેયની ધરપકડ કરી હતી.

પોલીસે ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓને સાથે રાખી બાલાજી હોસ્પિટલ તેમજ વડોદરાની અન્ય લેબોરેટરીઓમાં આવેલા કોરોના પોઝિટિવ ના રિપોર્ટ અંગે તપાસ શરૂ કરતાં બાલાજી હોસ્પિટલ દ્વારા વધુ બે પેશન્ટને સારવાર નહીં આપી હોવા છતાં તેમ બંનેની મેડિક્લેમની ફાઈલ તૈયાર કરી ઇન્સ્યોરન્સ કંપની માં મૂકી હોવાની વિગતો બહાર આવી છે.

પંચમહાલ જિલ્લાના લુણાવાડા ખાતેના મિતેષ પ્રજાપતિ તેમજ તેની પત્ની જ્યોતિકાનો વીમા એજન્ટ પ્રવીણ પરમાર દ્વારા કોરોના કવચ પોલીસી લેવામાં આવી હતી. લુણાવાડાના બંને પતિ પત્ની તા 8 ડિસેમ્બર ગોરવાની કેર હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ડોક્ટર રવી પટેલે તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રેસ કોર્સની ન્યુ બર્ગ લેબ કોર દ્વારા આ બંને પેશન્ટનો કોરોના રિપોર્ટ નેગેટીવ આપવામાં આવ્યો હતો.

આમ છતાં પ્રવીણ પરમારએ બાલાજી હોસ્પિટલના ડો અનિલ પટેલ તેમજ દ્વારકેશ લેબના રીપલ મિશ્રા સાથે મળી કોરોનાના રિપોર્ટમાં ચેકચાક કરી બંનેના પોઝિટિવ રિપોર્ટ તૈયાર કર્યા હતા તેમજ હોસ્પિટલમાં સારવાર નહીં લીધી હોવા છતાં સારવાર અને લેબોરેટરી ટેસ્ટના તમામ રિપોર્ટો બનાવી મેડિક્લેમની ફાઇલો મૂકી હતી. 

પરંતુ ઇન્સ્યોરન્સ કંપનીની તપાસમાં આ બંને ફાઈલો બોગસ જણાઈ આવતા પોલીસે ડોક્ટર, લેબ સંચાલક, વીમા એજન્ટ તેમજ મિતેશ પરમાર સામે બોગસ દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ij3Ceb

0 Response to "કોરોના સ્કેમ: બાલાજી હોસ્પિટલના વધુ બે બોગસ દર્દીઓના નામે મેડીક્લેમ મુકાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel