મહેસાણા જિલ્લામાં અકસ્માતની વણઝાર ત્રણ વર્ષના બાળક સહિત 4ના મોત

મહેસાણા જિલ્લામાં અકસ્માતની વણઝાર ત્રણ વર્ષના બાળક સહિત 4ના મોત

મહેસાણા તા. 23 જાન્યુઆરી 2021, શનિવાર

હાલ મહેસાણા જિલ્લામાં માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે તેવા સમયે છેલ્લા ૨૪ કલાકના સમયગાળામાં મહેસાણા, કડી અને બ ેચરાજી તાલુકામાં સર્જાયેલા જુદા જુદા અકસ્માતમાં ત્રણ વર્ષના માસુમ બાળક સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા. જેમાં કડી તાલુકાના મેડાઆદરજ  ગામમાં બેફામ દોડતી કારે પગપાળા રોડ ક્રોસ કરી રહેલા એક મહિલાને અડફેટે લીધા બાદ બે અન્ય કારને અથડાવી નુકસાન કર્યું હતું. જ્યારે ગરના ઓટલે કાર ભટકાતાં ઉભી રહી ગઈ હતી. સદનસીબે વધુ જાનહાનિ ટળી હતી. આ અકસ્માત અંગે પોલીસે ગુનો  દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સામાજિક પ્રસંગે મેડાઆદરજ આવેલા મહિલા અકસ્માતનો ભોગ બન્યા

ગાંધીનગર તાલુકાના વજાપુર ગામની સીમમાં રહેતા સુરસંગજી લક્ષ્મણજી ઠાકોર કડી તાલુકાના મેડાઆદરજ ગામના ચરેડીપરામાં રહેતા પોતાના સંબંધીને ત્યાં સગાઈના પ્રસંગમાં હાજરી આપવા પરિવાર સાથે આવ્યા હતા. અહીં સામાજિક કાર્ય પતાવીને ઘરે પરત જવા ગાડીમાં બેસવા જઈ રહ્યા તા ત્યારે બેફામ આવી રહેલ એક કારના ચાલકે ચાલતા ચાલતા ગાડી તરફ આવી રહેલ તેમના પત્ની બબીબેનને અડફેટે  લીધા હતા. જેમાં તેઓ રોડ ઉપર ઢસડાયા હતા અને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ કારચાલકે અહીં ઉભેલી બીજી બે ગાડીઓને ટક્કર મારી નુકસાન કર્યું હતું. જ્યારે કાર ઘરના ઓટલાને અથડાતાં ઉભી થઈ ગઈ હતી. ત્યારે મોકો જોઈને કારચાલક ગાડી ત્યાં જ મુકી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત બબીબેનને સારવાર માટે મેડાઆદરજ સરકારી હોસ્પિટલમાં લઈ જતાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ અંગે બાવલુ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

રોડ ઉપર આખલો આવી જતાં બાઈક ચાલકે કાબુ ગુમાવ્યો

ઊંઝા તાલુકાના મેરવા ગામના ગોવિંદભાઈ જુહાભાઈ દેવીપૂજકનો દીકરો સતીષ બેચરાજી નજીક આવેલી મારૃતી કંપનીમાં નોકરી કરતો હતો. તે પોતાની પત્ની સાથે બેચરાજીમાં આવેલ વલ્લભ ભટ્ટની સામેની ઓરડીમાં ભાડેથી રહેતો હતો. અહીંથી પોતાના બાઈક ઉપર નોકરીના સ્થળે આવજા કરતો હતો. દરમિયાન પોતાના રોજિંદા ક્રમ પ્રમાણે સતીષ રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે બાઈક પર પરત ઘરે ફરી રહ્યો હતો. તે વખતે માર્ગમાં હરખુબા વાડીની આગળ રોડ પર એકાએક આખલો આવી ચઢતા તેની સાથે ટકરાયો હતો અને કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સતીષને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે મૃતકના પિતાએ બેચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સોનેરી પુરા પાટીયા નજીક બોલેરોની ટક્કરે બાઈક ચાલકનું મોત

મહેસાણા તાલુકાના નાનીદાઉમાં આવેલા માઢીયાવાસમાં રહેતા લાલાજી જોગાજી વાઘેલા (ઠાકોર) મજુરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ રાત્રીના સુમારે વોટરપાર્ક તરફથી મજુરી કામ કરીને પોતાના મોટરસાયકલ ઉપર પરત નાનીદાઉ પોતાના ઘરે આવી રહ્યા હતા. તે વખતે માર્ગમાં ઊંઝા તરફથી આવી રહેલ એક બોલેરો ગાડીના ચાલકે પાછળથી ધડાકાભેર બાઈકને ટક્કર મારી હતી. જેના લીધે રોડ પર પટકાતા લાલાજીને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં પરિવારના લોકો આવી પહોંચ્યા હતા. ત્યારબાદ મરનારની લાશને પોસ્ટમોટર્મ માટે લઈ જવાઈ હતી. આ અંગે મહેસાણા તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પિતાની આંગળી પકડીને જઈ રહેલા બાળકે જાન ગુમાવ્યો

કડી તાલુકાના જેતપુરા ગામના રણજીતજી બાબુજી ઠાકોર પોતાના પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાની બહેનના ઘરે મણીપુર આવ્યા હતા. અહીં બપોરના સુમારે તેઓ અને અન્ય સગા સંબંધીઓ કડીથી બાવલુ  રોડ પર પગપાળા જઈ રહ્યા હતા. તે વખતે મણીપુર બજારમાં શાળાની સામે કડી તરફથી પુરપાટ આવી રહેલ એક ઈકો ગાડીના ચાલકે રણજીતજી ઠાકોરની આંગળી પકડીને ચાલી રહેલા તેમના ત્રણ વર્ષના દીકરાને અડફેટે લેતા માસુમ બાળક પૈડા નીચે કચડાઈ જવાથી ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iERUuw

0 Response to "મહેસાણા જિલ્લામાં અકસ્માતની વણઝાર ત્રણ વર્ષના બાળક સહિત 4ના મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel