ઉત્તર ગુજરાતમાં બે જિલ્લા પંચાયત, 19 તાલુકા પંચાયત અને 9 પાલિકાની ચૂંટણી જાહેર

ઉત્તર ગુજરાતમાં બે જિલ્લા પંચાયત, 19 તાલુકા પંચાયત અને 9 પાલિકાની ચૂંટણી જાહેર

મહેસાણા, તા.23 જાન્યુઆરી 2021, શનિવાર

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવતા ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને પાટણ જિલ્લા પંચાયત ઉપરાંત ૧૯ તાલુકા પંચાયત અને ૯ નગરપાલિકાઓની ચૂંટણી આગામી ૨૮ ફેબુ્રઆરીના રોજ યોજાશે. પંથકમાં રાજકીય પક્ષો દ્વારા એક મહિનાથી પોતાના ઉમેદવારોની પસંદગી કરવા મથામણ આરંભી હતી. હવે ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવશે. આ વખતે મુખ્ય પ્રતિસ્પર્ધી ગણાતા ભાાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમઆદમી પાર્ટી દ્વારા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય કરાયો હોવાથી પરિણામો અત્યંત રસપ્રદ બને તેવી સંભાવના જણાય છે. બીજી તરફ બનાસકાંઠામાં જિલ્લા પંચાયત અને ૧૧ તાલુકા પંચાયતોની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થઈ ન હોવાથી તેની જાહેરાત કરાવમાં આવી નથી. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પંચાયત અને પાલિકાની કુલ ૫૮૨ બેઠકો માટે થનાર ચૂંટણીમાં મતદારો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના વિસ્તારના પ્રતિનિધિના ભાવિનો ફેંસલો કરશે. નોંધપાત્ર છે કે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આ વખતે ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનથી મતદાન થશે.

ઉત્તર ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર

મહેસાણા અને પાટણ જિલ્લા પંચાયત ઉપરાંત ખેરાલુ, મહેસાણા, વિજાપુર, વિસનગર, બેચરાજી, વડનગર, સતલાસણા, ઊંઝા, કડી, જોટાણા, પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા, રાધનપુર, સાંતલપુર, હારીજ, સમી, શંખેશ્વર, સરસ્વતી તાલુકા પંચાયત જ્યારે મહેસાણા, કડી, વિસનગર, ઊંઝા, પાટણ, સિધ્ધપુર, પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ છે. બનાસકાંઠામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ટર્મ પૂર્ણ થઈ ન હોવાથી આગામી દિવસોમાં ચૂંટણી થશે.

પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણી થશે
પાટણ -સિધ્ધપુર નગરપાલિકા અને ૯ તાલુકા પંચાયત ની ચૂંટણી થઈ જાહેર 
જિલ્લામાં આજથી ચૂંટણીની આચારસંહિતા લાગુ

પાટણ જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયત ૨૮ મો એ સ્થાનિક સ્વારાજ્ય ની પાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતો ની મુદત પૂર્ણ થયા ને ૧ મહિના બાદ આખરે ૨૦૨૧ થી પાંચ વર્ષ ની નવી ટર્મ માટે આજે તારીખો જાહેર સાથે જાહેર નૌ બહાર પડયું છે.

પાટણ નગરપાલિકાની ૧૧ વોર્ડ ની  ૪૪ બેઠકોની તેમજ સિધ્ધપુર નગરપાલિકાની ૯ વર્ડ ની ૩૬ બેઠકો  પર ચૂંટણી યોજાશે બીજી તરફ જિલ્લા પાટણ જિલ્લા પંચાયત તેમજ ૯ તાલુકા પંચાયતની પણ ચૂંટણી થવાની છે ત્યારે જિલ્લા પંચાયતની  ૩૨ બેઠકો છે અને નવ તાલુકાની કુલ ૨૧૦ બેઠકો  છે ત્યારે  હવે  આજથી રાજકીય જંગ ની શરૃઆત થઈ છે.જોકે રાજકીય પક્ષો  કેટલાય સમયથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો તો ખાટલામાં  બેઠકો ની સાથે સંમેલનો .રાજકીપ મિટિંગનો દોર ચાલુ હતો ત્યારે હવે જ્યારે આજે જાહેરાત થઈ જાય ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો રંગ જોવા મળશે કેટલા ચૂંટણીમાં કોને ટિકિટ  મળશે બળવાખોર  ના મિજાજ  કયા રાજકીય પક્ષોભરતીમેળામાંઆયોજન કરે છે આ બધું જ હવે જોવાનું થશે ત્યારે પાટનગર પાલિકામાં ૧,૨૦૦૦૦ મતદારો મતાધિકાર નો ઉપયોગ કરશે  આ ઉપરાંત જિલ્લા પંચાયતના તાલુકો પંચાયત ની વાત કરીએ તો અંદાજે દસ લાખ મતદારો પોતાના મત નો ઉપયોગ કરશે આ સાથે આ આચાર સંહિતાનું પાલન કરાવવાની જવાબદારી વહીવટી તંત્ર પર આવશે. 

માણસા તાલુકા પંચાયતની ૨૬ બેઠકો પર 1.82 લાખ મતદારો મતદાન કરશે

માણસા તાલુકા પંચાયતની ૨૮ ફેબ્રુઆરી એ યોજાનાર ૨૬ બેઠકો અને જિલ્લા પંચાયતની ૭ બેઠકો માટે ની ચૂંટણી મા ૧.૮૨ લાખ મતદારો મતદાન કરશે ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૨૪ બેઠકો હતી જેમાં બે વધતા ૨૬ થઈ છે અને જિલ્લા પંચાયતની ૬ બેઠકોમાં એકનો વધારો થતા સાત બેઠકો પર મતદાન યોજાશે.

માણસા તાલુકા પંચાયતની મુદત પુરી થતા પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ ૨૮ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે ગત ચૂંટણીમાં માણસા તાલુકાની ૨૪ બેઠકો માટે મતદાન યોજાયું હતું પરંતુ આ વખતે કલોલ તાલુકાના નવા બાર ગામ માણસા તાલુકામાં ઉમેરાતા આ વખતે તાલુકાની ૨૬ અને જિલ્લા પંચાયતની સાત બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ગત ચૂંટણી માં કોંગ્રેસે ૨૪ બેઠકોમાંથી ૧૭ બેઠકો જીતી તાલુકા પંચાયત પોતાના હસ્તક કરી હતી અને જગતસિંહ બીહોલા ને અઢી વર્ષની મુદત માટે પ્રમુખ પદ સોંપવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ૧૭ પૈકી ૧૦ સભ્યોએ કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાઇ જતાં કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકી ગઈ હતી ગત ચૂંટણી માં ૨૪ બેઠકો પર ૧,૪૨,૫૫૮ મતદારો નોંધાયા હતા જે આ વખતે વધીને ૨૬ બેઠક માટે ૯૩,૯૪૬ પુરુષ અને ૮૭,૮૭૧ ી તથા અન્ય ૧ મળી કુલ ૧,૮૧,૮૧૮ મતદારો મતદાન કરશે આમ બે બેઠકો વધતા ૩૯ હજાર જેટલા મતદારો પણ વધારો થયો છે ૨૬ બેઠક પરની ચૂંટણીમાં ૨૨૦ મતદાન મથકો ઉભા કરવામાં આવી શકે છે. 

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલકા ચૂંટણી કાર્યક્રમ

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૩-૨-૨૦૨૧

ઉમેદવારી ફોર્મ ચકાસણી તારીખ ૧૫-૨-૨૦૨૧

ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૬-૦૨-૨૦૨૧

મતદાનની તારીખ ૨૮-૦૨-૨૦૨૧ (સવારે ૭ થી સાંજે ૬ સુધી)

મત ગણતરીની તારીખ ૦૨-૦૩-૨૦૨૧

બનાસકાંઠાની ત્રણ પાલિકાની ચૂંટણી જાહેર
પાલનપુર, ડીસા અને ભાભર પાલીકાની ચૂંટણી માટે ૨૮ ફેબુ્રઆરીએ મતદાન
ધાનેરા-થરા પાલિકાની ત્રણ અને કાંકરેજ અને દાંતીવાડા તાલુકા પંચાયતની બે બેઠકોની ચૂંટણી જાહેર

રાજ્યના ચૂંટણી આયોગ દ્રારા આગામી ફેબ્રુઆરી ૨૦૨૧માં  રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને બે તાલુકા પંચાયતની ખાલી પડેલ બે બેઠક તેમજ બે નગર પાલિકા ના બે વોર્ડના ત્રણ બેઠક ની પેટા ચૂંટણી જાહેર કરાતા જિલ્લાની પાંચ નગરપાલિકા ની ૧૧૫ બેઠક ની સામાન્ય તેમજ બે તાલુકા પંચાયતની બે બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવતા બનાસકાંઠા ના રાજકારણમાં ભારે ગરમાવો છવાયો છે.

બનાસકાંઠા જિલ્લાની પાલનપુર તેમજ ડીસા નગરપાલીકાના સભ્યોની મુદત પૂર્ણ થતાં આ બંને પાલિકામાં વહીવટદાર સાશન છે અને ભાભર નગરપાલીકાના સભ્યોની મુદત આગામી માર્ચ મહિનામાં પૂર્ણ થઈ રહી હોય રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્રારા જાહેર કરવામાં આવેલ રાજ્યની નગરપાલિકા ઓ તેમજ તાલુકા પંચાયતોના ચૂંટણી કાર્યક્રમમાં પાલનપુર તેમજ ડીસા નગરપાલિકાના ૧૧-૧૧ વોર્ડ ના ૪૪-૪૪ સભ્યો જ્યારે ભાભર નગરપાલિકાના ૬ વોર્ડના ૨૪ સભ્યોની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે તેમજ કાંકરેજ અને દાંતીવાડા તાલુકા પંચાયતમાં ખાલી પડેલ બે બેઠકની પેટા ચૂંટણી પણ જાહેર કરાઇ છે જેમાં કાંકરેજની માંડલા બેઠક પર સામાન્ય ી અને દાંતીવાડા તાલુકા પંચાયતની મોટીમહુડી બિન અનામત બેઠક ની ચૂંટણી જાહેર કરાઈ છે આ પેટા ચૂંટણીમાં થરા અને ધાનેરા નગરપાલિકાની બે બેઠકના ત્રણ સભ્યોની ચૂંટણી યોજાશે જેમાં થરા નગરપાલિકાના  વોર્ડ નં ૧ માં બે બેઠક અને ધાનેરા નગરપાલિકાના વોર્ડ નં ૩માં એક બેઠક ની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જોકે ચૂંટણી પંચ દ્રારા અગામી ફેબ્રુઆરી મહિનાના છેલ્લા ચરણ માં નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરતા બનાસકાંઠા જિલ્લા રાજકારણમાં ગરમાવો છવાયો છે.

રાજકીય પક્ષોએ ચૂંટણીની ચોપાટ બિછાવવાનું શરૃ કર્યું 
મહેસાણામાં જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને ૪ પાલિકાની ચૂંટણી
અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર દ્વારા અધિકારી સાથે મદદનીશ ચુંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ છ

મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત ઉપરાંત ૧૦ તાલુકા પંચાયતો અને મહેસાણા, કડી, ઊંઝા અને વિસનગર નગરપાલિકાની ચુંટણી જાહેર થતાં રાજકીય પક્ષોએ પોતાના ચોકઠા બિછાવવાનું શરૃ કર્યું છે. છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત આમઆદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટેની કવાયત હાથ ધરી હતી. હવે ચૂંટણી જાહેર થતાં ચૂંટણીનો ધમધમાટ શરૃ થયો છે. 

મહેસાણા નગરપાલિકાની ૧૧ વોર્ડ માટે ચુંટણી યોજાવાની છે તે માટે ચુંટણી અધિકારી તરીકે જિલ્લા હિસાબી અધિકારી જિલ્લા પંચાયત મહેસાણા જ્યારે મદદનીશ ચુંટણી અધિકારી તરીકે મહેસાણા મામલતદાર શહેર અને મામલતદાર આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર મહેસાણાની નિમણૂંકના હુકમ કરવામાં આવ્યા છે. ઊંઝા નગરપાલિકાની પણ ૯ વોર્ડની ચુંટણી યોજવા તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે. જેમાં ચુંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી તેમજ મદદનીશ ચુંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા મામલતદાર રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મહેસાણાની નિમણુંક કરાઈ છે. આ ઉપરાંત કડી નગરપાલિકાના નવ વોર્ડની ચુંટણી યોજાવાની છે. તેના માટે કડી પ્રાન્ત અધિકારીની ચુંટણી અધિકારીની નિમણૂંકના રાજ્ય ચુંટણી આયોગ દ્વારા હુકમ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ મોટાભાગની પંચાયતો અને નગરપાલિકામાં ગત વખતની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. પરંતુ આ વખતે નવા રાજકીય સમીકરણો રચાયા હોવાથી પરિણામો શું આવશે તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39X2Z6l

0 Response to "ઉત્તર ગુજરાતમાં બે જિલ્લા પંચાયત, 19 તાલુકા પંચાયત અને 9 પાલિકાની ચૂંટણી જાહેર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel