
અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1,393 એઈડ્ઝના દર્દીઓ મ્યુનિ. ચોપડે નોંધાયા
અમદાવાદ, તા. 12 જાન્યુઆરી, 2020, મંગળવાર
અમદાવાદ મ્યુનિ. સંચાલિત એઈડ્ઝ સોસાયટી દ્વારા આજે નેશનલ યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સલામત જાતિય સંબંધોની બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. શહેરમાં 2019-20 દરમ્યાન 1075 અને 2020-2021 ડિસેમ્બર સુધી 318 એચઆઈવી પોઝિટિવ એઈડ્ઝના દર્દીઓ મળ્યા છે.
આ વિભાગના ડો. મેહુલ આચાર્યએ જણાવ્યું હતું કે સગર્ભા મહિલાઓનો ટેસ્ટ કરવામાં આવે છે. જો માતા એચઆઈવી પોઝિટિવ હોય તેના બે વર્ષથી નીચેના બાળકોની ચકાસણી પણ કરવામાં આવે છે. આવી જ રીતે 18 વર્ષના યુવકોની પણ તપાસ થાય છે.
જેમાં માતા અને પિતા બન્ને એચઆઈવીથી સંક્રમિત હોય તેમના બાળકોની પણ તપાસ થાય છે. બે વર્ષથી નીચેના 87 બાળકોના 2019-20માં અને 61 બાળકોના 2020-21માં ટેસ્ટ કરાયા હતા. જ્યારે 18 વર્ષની વયના 2019-20માં 90 અને 2020-21માં 56 બાળકોની તપાસ થઇ હતી. સદ્નસીબે આ 294ના તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં.
ઉપરાંત એચઆઈવી તપાસ માટે શહેર કેન્દ્રો ઊભા કરાયા છે, જ્યાં 2019-20ના વર્ષમાં 1,87,392 મહિલાની અને 2020-21માં 94,823 મહિલાની એચઆઈવીની તપાસ કરવામાં આવી હતી. 4 મોટી હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં 2019-20માં 2,29,994 અને 2020-21 ડિસેમ્બર સુધી 75,095 વ્યક્તિઓનું એચઆઈવીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3i5VGwK
0 Response to "અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1,393 એઈડ્ઝના દર્દીઓ મ્યુનિ. ચોપડે નોંધાયા"
Post a Comment