ખાનગી CCTVમાં તારીખ, સમય સરખાં નહીં હોય તો ગુનો નોંધાશે !

ખાનગી CCTVમાં તારીખ, સમય સરખાં નહીં હોય તો ગુનો નોંધાશે !


કોમ્પલેક્સ, સોસાયટી, ઘરોમાં લાખો ખાનગી સીસીટીવી : સમય, તારીખ સેટ કરવામાં મહિનાઓ વિતશે

અમદાવાદ, તા. 12 જાન્યુઆરી, 2020, મંગળવાર

તમારી દુકાન, સોસાયટી, કોમ્પલેક્સ કે અન્ય કોઈ સૃથળે ખાનગી સીસીટીવી હશે તો તેના પર પોલીસની નજર રહેશે. શહેરના લાખો સીસીટીવીમાં હવે એકસરખી તારીખ અને સમય હોય તે ફરજીયાત બની ગયું છે.

પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે તે મુજબ હવે શહેરના કોઈપણ ખાનગી સીસીટીવીમાં તારીખ અને સમય સરખાં નહીં હોય તો પોલીસ એફઆઈઆર નોંધવામાં આવશે. દરેક ખાનગી સીસીટીવીમાં તારીખ અને સમય જુદા આવતાં હોવાથી ગુનાના ઉકેલમાં સમસ્યા સર્જાય છે. સાથે જ, કોર્ટમાં પુરાવાની સમસ્યા સર્જાતી હોવાથી ગુનેગારો ગેરલાભ લઈ જતાં હોવાથી નોંધપાત્ર નિર્ણય લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે કે, ગુનાઓની તપાસમાં સીસીટીવી કેમેરાની ભૂમિકા અત્યંત મહત્વની જણાઈ આવે છે. અનુભવે જણાય છે કે, જુદા જુદા સૃથળોએ લાગેલા સીસીટીવી કેમેરાઓમા ંદર્શાવવામાં આવતાં તારીખ અને સમય અલગ અલગ હોય છે. આ કારણે તપાસ દરમિયાન અગવડતાઓ ઉભી થાય છે.

પોલીસની તપાસમાં મહત્વનો સમય વ્યર્થ જાય છે. આવા સીસીટીવી ફૂટેજ જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે સમયની વિભિન્નતાના કારણે પુરાવાની વિશ્વસનીયતા ઉપર પ્રશ્ન ઉભા થવાની શક્યતાઓ રહેલી છે. શહેરમાં તમામ સીસીટીવી કેમેરા દ્વારા દર્શાવાતા સમય અને તારીખમાં એકસૂત્રતા જળવાય તે માટે તમામ સીસીટીવી કેમેરામાં ચોક્કસ તારીખ અને ભારતીય માનક સમય અનુસાર ચોક્કસ સમય બતાવવામાં આવે તે જરૂરી છે.

આથી, અમદાવાદ શહેર વિસ્તારના તમામ સીસીટીવી કેમેરાઓના માલિક, સંચાલકો અને વ્યવસૃથાપકોએ તેમના હસ્તક તમામ સીસીટીવી કેમેરા ચોક્કસ તારીખ અને સમય સેટ કરવાના રહેશે. જો આ આદેશનું પાલન કરવામાં ચૂક થશે તો હેડ કોન્સ્ટેબલ અને તેમનાથી ઉપરના દરજ્જાના કોઈપણ પોલીસ અિધકારી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરશે તેમ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જારી કરેલા જાહેરનામામાં જણાવાયું છે.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ શહેરમાં ખાનગી સીસીટીવીની સંખ્યા લાખોમાં થવા જાય છે. લોકોએ પોતાના ઘર, સોસાયટી, કોમ્પલેક્સ, શાળાઓ સહિત અનેક સૃથળોએ સીસીટીવી લગાવેલાં છે કે જે બહારની બાજુએ રસ્તાને કવર કરતાં હોય છે.

એ જ રીતે કોઈ ઘર કે સંકુલમાં બનાવ બને ત્યારે અંદર લગાવવામાં આવેલા સીસીટીવી પણ ઉપયોગી બનતાં હોય છે. જ્યારે કોઈ ગુનો બને ત્યારે પોલીસ તપાસ સીસીટીવીના આધારે કરવામાં આવે છે. સાથે જ, અદાલતમાં કેસ મુકવામાં આવે ત્યારે પુરાવારૂપે સીસીટીવી રજૂ કરવામાં આવે છે. પણ, સમય અને તારીખમાં બદલાવનો ગેરલાભ ગુનેગારો લઈ જતાં હોવાથી આ નોંધપાત્ર નિર્ણય લેવાયો છે.

આ નિર્ણયથી કોમ્પલેક્સ, સોસાયટીઓ, શાળાઓ અને ઘરોમાં લગાવવામાં આવેલા લાખો ખાનગી સીસીટીવીમાં સમય અને તારીખ સેટ કરવામાં મહિનાઓ વિતી જશે. જો કે, સીસીટીવીના સમય અને તારીખના નિયમનું પાલન કરવામાં ચૂક થશે તો સીસીટીવી કેમેરાઓના માલિક, સંચાલકો અને વ્યવસૃથાપકોને જવાબદાર ગણી કાર્યવાહી કરાશે. આ નિયમ લાખો લોકોને લાગુ પડશે.

શહેરના લાખો ખાનગી સીસીટીવીમાં તારીખ અને સમયની ચકાસણી પોલીસ કરશે

અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના મુખ્ય માર્ગો અને ટ્રાફિક જંકશન ઉપર સીસીટીવી નેટવર્ક ગોઠવ્યું છે. પણ, શહેરના અનેક આંતરિક વિસ્તારો એવા હતાં કે જ્યાં દુકાનો, ઘર, કોમ્પલેક્સ સહિતના ખાનગી સીસીટીવી ઉપયોગી બનતાં હતાં. પરંતુ, આવા ખાનગી સીસીટીવીમાં સમય અને તારીખનું સાતત્ય જળવાતું ન હોવાથી ગુનેગારોને ફાયદો થતો હોવાનું પોલીસને ધ્યાન પર આવ્યું હતું. આથી, તારીખ અને સમયનું સાતત્ય જળવાય તેવું જાહેરનામું બહાર પડાયું છે. હવેથી, ખાનગી સીસીટીવીમાં તારીખ અને સમયની ચોક્કસ છે કે કેમ તેની ચકાસણી પોલીસ કરશે. જો ચકાસણીમાં ખાસ કરીને તારીખનો બદલાવ હશે તો જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરશે.

સ્ટાન્ડર્ડ તારીખ, સમયનું માર્ગદર્શન પોલીસ આપશે : પોલીસ કમિશનર

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શહેરના તમામ ઘર, કોમ્પલેક્સ સહિતના તમામ ખાનગી સીસીટીવીમાં તારીખ અને સમયનું સાતત્ય જળવાય તેવી ડ્રાઈવ આવશ્યક બની ચૂકી છે. અનેક ગુનામાં સરકારી સીસીટીવી અને ખાનગી સીસીટીવીમાં સમયનો બદલાવ જણાયો છે તેનો ગેરલાભ ગુનેગારો લે છે. પોલીસ તપાસ દરમિયાન જે રૂટ હોય તેના ખાનગી સીસીટીવીમાં તારીખ અને સમયની ચકાસણી કરાશે. જરૂરી હશે ત્યાં સ્ટાન્ડર્ડ તારીખ અને સમયનું માર્ગદર્શન પોલીસ આપશે. પ્રજાજનોને દંડવા કરતાં પોલીસનો મુખ્ય હેતુ સમય અને તારીખનું સાતત્ય જાળવી રાખી ગુનેગારોને નશ્યત અપાવવાનો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35Rqo8f

0 Response to "ખાનગી CCTVમાં તારીખ, સમય સરખાં નહીં હોય તો ગુનો નોંધાશે !"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel