
રાજ્યભરના MBBS ઇન્ટર્ન તબીબો આજથી હડતાળ પર
અમદાવાદ, તા. 14 ડિસેમ્બર 2020 સોમવાર
રાજ્યની તમામ સરકારી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઇન્ટર્ન તબીબો કામકાજથી અળગા થશે. અંદાજે 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા કોવિડ હોસ્પિટલમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. ઇન્ટર્ન તબીબોની માગ રાજ્ય સરકારે હજુ સુધીના સ્વીકારતા ઇન્ટર્ન તબીબો લડી લેવાના મૂડમાં છે.
હાલ મળતા સ્ટાઈપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઈન્સેન્ટિવની માગ સાથે ઇન્ટર્ન તબીબો અનેકવાર રજુઆત કરી ચુક્યા છે. એપ્રિલ મહિનાથી અત્યાર સુધી બજાવેલી ફરજના સમયગાળાને બોન્ડ સમયગાળામાં 1:1 ગણીને ઇન્ટર્નશીપ પૂર્ણ થયે તમામ ઇન્ટર્ન તબીબોને બોન્ડ મુક્ત ગણવાની માગ કરાઈ રહી છે. ઇન્ટર્ન તબીબોની ઇન્ટર્નશીપ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ રહી છે.
હાલ MBBS ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ પેટે 12,800 રૂપિયા આપવામાં આવે છે. જે વધારીને 20,000 કરવા માગ થઈ રહી છે. સ્ટાઈપેન્ડમાં વધારો એપ્રિલ 2020થી સ્વીકારી બાકીની રકમ સરકાર એરિયર્સરૂપે આપે. કોવિડમાં બજાવેલી ફરજના ભાગરૂપે પ્રોત્સાહિત માનદ મહેનતાણું ઓછામાં ઓછું પ્રતિદિન 1 હજાર લેખે આપવામાં આવે તેવી ઇન્ટર્ન તબીબોએ માગ કરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gLIY5W
0 Response to "રાજ્યભરના MBBS ઇન્ટર્ન તબીબો આજથી હડતાળ પર"
Post a Comment