BRG ગુ્રપને 400 કરોડની 7 એકર જમીન 30 વર્ષની લીઝ પર ફાળવી દેવાઇ છે

BRG ગુ્રપને 400 કરોડની 7 એકર જમીન 30 વર્ષની લીઝ પર ફાળવી દેવાઇ છે


લલ્લુજી એન્ડ સન્સની જેમ સરકારી મિલકત પર ધંધો કરી BRG  ગુ્રપના સંચાલક બકુલેશ ગુપ્તા- સરગમ ગુપ્તા કરોડોની કમાણી કરશે

અમદાવાદ, તા. 14 ડિસેમ્બર, 2020, સોમવાર

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તાજેતરમાં ખૂબ જ નજીવા દામે લલ્લુજી એન્ડ સન્સને કરોડો રૂા.ની જમીન ફાળવી દેવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે તેવું જ એક અન્ય કૌભાંડ 2019ની સાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 400 કરોડની 7 એકર જમીન 30 વર્ષની લીઝ પર વડોદરાના BRGગુ્રપને ફાળવીને આચરવામાં આવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સસ્તા દરે રહેવા - જમવાની સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુની આડમાં નર્મદા નિગમે નવેમ્બર 2019માં એક કૌભાંડ આચર્યું હતુ. જેમાં બજેટ સ્ટે હોટલના રૂપકડા નામે 7 એકર જમીન ઉપર 21 બ્લોક, 126 જૂના એપાર્ટમેન્ટનું 1,44,969 ચો.ફુટનું તૈયાર બાંધકામ વડોદરાના બીઆરજીી ગુ્રપને 30 વર્ષના ભાડાપટ્ટે આપી રાજ્ય સરકારે અંદાજીત રૂા. 400 કરોડથી વધુ રકમ જતી કરી છે.

મહત્વની વાત એ છે કે, સરકારની માલિકીની જમીન મિલ્કત પર બજેટ સ્ટેના નામે ધંધો કરી બીઆરજી ગુ્રપના સંચાલક બકુલેશ ગુપ્તા અને સરગમ ગુપ્તા વર્ષે અંદાજે કરોડોની કમાણી કરશે પણ રાજ્ય સરકારને આ આવકમાંથી કશું મળશે નહીં.

નર્મદા નિગમે રિકવેસ્ટ ઓફ પ્રપોઝલ- પ્રાઇવેટ પાર્ટનરશીપના નામે બીઆરજી ગુ્રપને કમાણી થાય તે રીતે એવી સમૂજતી કરી હતી કે 30 વર્ષ સુધી જે આવક થશે તે બીઆરજી ગુ્રપને જ મળશે.

ચર્ચા એવી છે કે એક પણ રૂપિયાની બેંક ગેરંટી લીધા વગર બીઆરજી ગુ્રપને બજેટ સ્ટે 30 વર્ષ માટે પધરાવી દીધું છે. 30 વર્ષ બાદ નર્મદા નિગમ કોન્ટ્રાક્ટના કરારમાં વધારે કરશે. 150 રૂમ ધરાવતાં બીઆરજી બજેટ સ્ટેમાં આવનારા પ્રવાસીઓની રહેવાની સુવિધા ઉભી કરાઇ છે.

આ ઉપરાંત ડાઇનીંગ હોલમાં બ્રેકફાસ્ટ- લંચ અને ડિનરની પણ સુવિધા છે. અહીં રહેનારા પ્રવાસીઓ માટે બ્રેકફાસ્ટ લેવો ફરજિયાત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ધસારાને જોતા બીઆરજી ગુ્રપને વર્ષે આશરે 15 કરોડની આવક થાય તો ગુજરાત સરકારને 30 વર્ષે 400 થી 450 કરોડની આવક જતી કરવી પડશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WiUVGs

0 Response to "BRG ગુ્રપને 400 કરોડની 7 એકર જમીન 30 વર્ષની લીઝ પર ફાળવી દેવાઇ છે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel