
ફાયર સેફટી નહી હોવાથી શાળા સહિત ત્રણને સીલ
ભાવનગર, તા. 3 ડિસેમ્બર 2020, ગુરૂવાર
ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ફાયર સેફટીના મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને નિયમનુ પાલન ન કરતા હોય તેના બિલ્ડીંગને સીલ મારવામાં આવી રહ્યા છે, જેમાં આજે ગુરૂવારે ફાયર સેફટીના પ્રશ્ને શહેરની એક શાળા, ડ્રાઈનીંગ હોલ અને કપડાના શો રૂમને સીલ મારવામાં આવ્યા હતાં.
ભાવનગર શહેરમાં આજે ગુરૂવારે મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફટીના પ્રશ્ને એમ.કે.જમોડ સ્કૂલ, મહાલક્ષ્મી ડ્રાઈનીંગ હોલ (કાળાનાળા) અને મહાપાલિકાની કચેરી સામે આવેલ ફાફેરી કપડાના શો રૂમ તપાસ હાથ ધરી હતી અને ફાયર સેફટીના સાધનો ન હોવાથી સીલ મારવામાં આવ્યા હતાં. ફાયર સેફટીની બાબતે નોટીસ આપ્યા બાદ હવે ભાવનગર મહાનગરપાલિકાએ સીલ મારવાની કામગીરી હાથ ધરી છે તેથી ફાયર સેફટીના સાધનો ન મુકાવ્યા હોય તેવા બિલ્ડીંગ ધારકોમાં ગભરાટ ફેલાયો છે. ફાયર સેફટીના સાધનો ન હોય અથવા એનઓસી રીન્યુ ન કરાવ્યુ હોય તેવા બિલ્ડીંગને મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવી રહ્યા છે. બિલ્ડીંગ ધારકો દ્વારા ફાયર સેફટીના સાધનો મુકવાની ખાતરી તેમજ વર્કઓર્ડર, બોન્ડ આપ્યા બાદ સીલ ખોલવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.
ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી તપાસ કરી ફાયર સેફટીના સાધનો ન હોય તેવી શાળા, હોસ્પિટલ, ટયુશન કલાસીસ વગેરેને સીલ મારવામાં આવ્યા હતા પરંતુ તેમ છતા હજુ ઘણા બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો નથી તેથી મહાપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે તેથી ધંધાર્થીઓમાં ખળભળાટ મચ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36ArB4l
0 Response to "ફાયર સેફટી નહી હોવાથી શાળા સહિત ત્રણને સીલ"
Post a Comment