
રાજ્યમાં ગુરુવાર,શુક્રવારે કમોસમી માવઠાંની આગાહી
- તા.૧૦ ભરુચ, સુરત, ગીર, અમરેલીમાં તા.૧૧ના વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ પંથકમાં વકી
રાજકોટ, તા. 8 ડિસેમ્બર 2020, મંગળવાર
ઈન્ડીયન મિટીયોરોલોજીકલ ડિપાર્ટ.એ ગઈકાલે સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવ્યા બાદ પવનની દિશા વગેરે પરિબળોના પગલે આજે જારી કરાયેલ આગાહી મૂજબ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું વરસે તેવી શક્યતા જણાવી છે.
તા.૧૦ને ગુરુવારે સુરત, ભરુચ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં તથા તા.૧૧ના વડોદરા ઉપરાંત દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.
જો કે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સીસ્ટમ નથી ત્યારે આ વરસાદ માત્ર છાંટા કે હળવા ઝાપટાં વરસે તેવી શક્યતા છે.
બીજી તરફ આજે એકંદરે અગ્નિ દિશાથી ફૂંકાયેલા પવનોએ રાજ્યમાં ઠંડીને બ્રેક મારી છે અને આજે સૌથી ઓછું તાપમાન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧૪ તથા કચ્છના નલિયા અને જુનાગઢમાં ૧૪.૪, વલસાડ ૧૪.૫ અને કેશોદ ખાતે ૧૪.૬ નોંધાયું છે. તા.૧૨ના હવામાન સ્થિર થયા પછી ફરી ઠંડીનું મોજુ ફરી વળે તેવી શક્યતા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JKAtM4
0 Response to "રાજ્યમાં ગુરુવાર,શુક્રવારે કમોસમી માવઠાંની આગાહી"
Post a Comment