
સરપંચો સંકલ્પ કરે કે દરેક દિકરીઓનું સુકન્યા સમૃધ્ધિમાં ખાતુ ખુલે
ચાણસ્મા તા.27 ડીસેમ્બર 2020, રવિવાર
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલે શંખલપુરમાં યોજાયેલા સરપંચ સવાદમાં સરકારી યોજનાઓનો વધુને વધુ સાચા લાભાર્થી સુધી લાભ પહોંચાડનારા રાજ્યના ૧૦ સરપંચોને શ્રેષ્ઠ સરપંચ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.
મંગલદીપ પ્રગટાવીને સરપંચ સંવાદને ખુલ્લો મુકતાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સરપંચોને સરકાર અને સમાજની કડીની ભુમિકાનો ઉલ્લેખ કરાતા જણાવ્યું કે ગુજરાતમાં આજે દરેક સમાજમાં દિકરોઓની સંખ્યા ઘટી રહી છે. લગ્નમાં દહેજની ચિંતાના કારણે દીકરીને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. પરિણામે આજે દરેક ગામમાં ૩૦થી ૩૫ વર્ષથી વયના પંદર-વીસ લોકો એવા મળશે કે જેના લગ્ન થયા ન હોય, આ દરેક સમાજ માટે મોટી ચિંતાની બાબત છે. મોદી સરકારે દીકરીઓના સલામત ભવિષ્ય માટે જ સુકન્યા સમૃદ્રિ યોજના બનાવી છે. જેમાં સૌથી વધુ સાડા આઠ ટકા વ્યાજ મળે છે. દરેક સરપંચ સંકલ્પ કરે કે ગામની દસ વર્ષની ઓછી ઉંમરની એક પણ દીકરી એવી ન હોય કે જેનું સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ન હોય, સામાજિક ઉત્થાનની જવાબદારીનું વહન સરપંચો રસ લઇને ઉઠાવશે તો ચોક્કસ સલામત સમાજની રચના કરી શકીશું .
પાટીલે રૃપિયા બે લાખની વીમા યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે માત્ર ૧૨ રૃપિયા વાર્ષિક પ્રિમિયમ છે. સરપંચ ગામના દરેક વ્યક્તિનો વીમો ઉતરાવે એ જ રીતે ગામની એકપણ વિધવાબેન સહાયથી વંચિત ન રહી જાય તેની તકેદારી સરપંચ રાખે. સરકારની આવી અનેક યોજનાઓ છે. જેનો લાભ સાચા લાભાર્થી સુધી પહોંચે તે માટે સરપંચ માધ્યમ બને આવી સરકારી યોજનાઓનો સૌથી વધુ લાભ પહોંચાડનારા ૧૦ સરપંચોને શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ આપવામાં આવશે સરપંચ સંવાદમાં ઉત્તર ઝોનના ૨૦૦ જેટલા સરપંચો હાજર રહ્યા હતા.
સી.આર.પાટીલે બહુચર માતાજીના દર્શન કર્યા
આ પહેલા પાર્ટીલે બહુચરાજી અને શંખલપુર સ્થિત બહુચર માતાજીના મંદિરે પૂજા અર્ચના કરી હતી. અહીં સરપંચ પટેલ પરેશ પટેલ તેમજ મંદિર ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને મંત્રી અમૃત પટેલ સહિતે માતાજીની તસ્વીર અને ફુલહારથી સ્વાગત કર્યું હતું. બાદમાં ખેડૂતો સાથે સંવાદ અને વડાપ્રધાનની મન કી બાદ કાર્યક્રમ સરપંચો સાથે બેસીને સાંભળ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KX1Se3
0 Response to "સરપંચો સંકલ્પ કરે કે દરેક દિકરીઓનું સુકન્યા સમૃધ્ધિમાં ખાતુ ખુલે"
Post a Comment