
આજથી ઉ.ગુ.માં ત્રણ દિવસ રેકર્ડ બ્રેક ઠંડી પડશે, હવામાન ખાતાની આગાહી
ડીસા,તા.27 ડીસેમ્બર 2020, રવિવાર
ઉત્તર ગુજરાત સહિત સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનુ મોજુ ફરી વળ્યું હતું. જેને લઈ તાપમાનનો પારો સતત ગગડતા કાતિલ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. જોકે હવામાનમાં પલટો આવ્યા બાદ બે-ત્રણ દિવસથી સતત તાપમાનમાં વધારો થતાં લોકો ઠંડીથી આંશિક રાહત અનુભવી રહ્યા છે. જ્યારે ૨૮ થી ૩૦ ડીસેમ્બર સુધી હાડ થીજાવતી ઠંડીની હવામાન વિભાગ દ્વારા શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૧૨.૨, પાલનપુર-૧૨, વાવ-૧૦, થરાદ-૧૦, ભાભર-૧૫, અમીરગઢ-૧૨, અંબાજી-૧૨, આબુરોડ-૧૨, ઈડર-૧૩, મહેસાણા-૧૩, ઊંઝા-૧૩, સિદ્ધપુર-૧૩, પાટણ-૧૨, મોડાસા-૧૪, હિંમતનગર-૧૩, ખેડબ્રહ્મા-૧૩ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
ગુજરાતમાં ફરી એકવાર રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનુ જોર વધશે. જેમાં ૨૮ થી ૩૦ ડીસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ૭ ડીગ્રી ઘટવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડીએ સપાટો બોલાવ્યો છે. ગુજરાતમાં ઠંડીમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જેને પગલે ઉત્તર ગુજરાતમાં ઠંડી પવનો ફૂંકાતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38DN0tk
0 Response to "આજથી ઉ.ગુ.માં ત્રણ દિવસ રેકર્ડ બ્રેક ઠંડી પડશે, હવામાન ખાતાની આગાહી"
Post a Comment