રાજકોટમાં રાત્રે પોલીસ પહેરો, દિવસે પોલીસ વગરના સર્કલો!

રાજકોટમાં રાત્રે પોલીસ પહેરો, દિવસે પોલીસ વગરના સર્કલો!


રાજકોટ,તા.11 ડિસેમ્બર 2020, શુક્રવાર

દેશમાં કોરોના કાબુમાં આવી રહ્યાના અહેવાલો વચ્ચે રાજકોટમાં કોરોના હજુ પણ ટોચ પર અટકી ગયો છે, આજે વધુ ૮ વ્યક્તિઓના મોત નીપજ્યા છે તો એક દિવસમાં ૯૬ સહિત કૂલ કેસની સંખ્યા ૧૧,૮૯૧ ઉપર પહોંચી છે. ત્યારે કોરોના અટકાવવા માટે દિવસે અગાઉ સઘન કાર્યવાહી કરતા બે ખાતાઓમાં પોલીસ તંત્ર રાત્રે સૂમસામ માર્ગો પર કર્ફ્યુનું ચૂસ્ત પાલન કરાવવા મોટી સંખ્યામાં ચોકે ચોકે પહેરો દે છે અને દિવસે ટ્રાફિક જામ વખતે સર્કલો પોલીસ વિહોણા દેખાય છે તો બીજી તરફ  મનપાએ ડોર ટુ ડોર સર્વે શરુ કરવા સાથે અનેક લોકોને ચેપ ફેલાવી શકતા સુપર સ્પ્રેડર્સનું  કોરોના ટેસ્ટીંગ પડતું મુક્યું છે. 

અનેક લોકોના વિરોધ વચ્ચે ધરાર કર્ફ્યુ લદાયો ત્યારથી દિવસના સમયે પોલીસની હાજરી સર્કલોએ નહીવત્ દેખાય છે. પરંતુ,ઈન્દિરા સર્કલ, રૈયા સર્કલ, માધાપર ચોકથી માંડીને ભુતખાના ચોક જેવા ધમધમતા  માર્ગ પર દિવસે નીકળો તો રોકવા-ટોકવાવાળી પોલીસ જ ભાગ્યે જોવા મળશે પરંતુ, રાત્રિના પોલીસના ધાડા ખડકી દેવાય છે જ્યારે માત્ર અમુક લોકો જ બહાર નીકળતા  હોય છે. છતાં રાત્રે ડિસ્ટન્સ જળવાય તે માટે પોલીસ સખત મહેનત કરી રહી છે. તો મહાપાલિકાએ સર્વે માટે બધો માસ સેમ્પલીંગ કરતા અધિકારીઓ સહિતનો સ્ટાફ  લગાડી દેતા સુપર સ્પ્રેડર્સ એવા ફેરિયા વગેરેનું ટેસ્ટીંગ અટકાવી દેવાયું છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KeHwwH

0 Response to "રાજકોટમાં રાત્રે પોલીસ પહેરો, દિવસે પોલીસ વગરના સર્કલો!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel