
ગ્રેટ કંજક્શન, ૨૧ ડિસેમ્બરે ૪૦૦ વર્ષ પછી ગુરૃ અને શનિ ગ્રહો નજીક આવશે
ભુજ, બુાધવાર
આગામી ૨૧ ડિસેમ્બર અને સોમવારના એક અદ્ભુત ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આ દિવસે ગુરૃ અને શનિ ગ્રહ સાવ નજીક આવી જશે. આ બંને ગ્રહો માત્ર ૦.૧ ડિગ્રીના અંતરે રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૧ ડિસે. ના વર્ષની સૌથી લાંબી રાતના બનનારી આ ઘટનાને ગ્રેટ કંજકશન કહેવાય છે.
જોકે દર ૨૦ વર્ષે ગુરૃ અને શનિ ગ્રહ એકબીજાની નજીક આવે છે. પરંતુ ચાલુ વર્ષે બંને ગ્રહો વચ્ચેનું અંતર માત્ર ૦.૧ ડિગ્રી જ રહેશે. આવું અંદાજીત ૪૦૦ વર્ષ બાદ બની રહ્યું છે. અગાઉ ૧૬૨૩માં આ બંન્ને ગ્રહો આટલા નજીક આવ્યા હતા. આ વર્ષ પછી ૧૫ માર્ચ ૨૦૮૦માં ગુરૃ-શનિ બંન્ને ગ્રહો આટલા નજીક જોવા મળશે. ખગોળીય વિદેના જણાવ્યા પ્રમાણે સૌર મંડળના આ બંન્ને ગ્રહોમાં પાંચમો ગ્રહ ગુરૃ ૧૧.૮૬ વર્ષમાં સુર્યની પ્રદિક્ષિણા કરે છે. જ્યારે છઠ્ઠો ગ્રહ શનિને અંદાજી ૨૯.૫ વર્ષ સુર્યની પરિક્રમા કરવામાં લાગે છે. દરવર્ષે ૧૯.૬ વર્ષમાં આ બંન્ને ગ્રહો નજીક આવે છે. જેને આકાશમાં સળતાથી જોઈ શકાય છે. ખગોળ શાસ્ત્રીઓ આ ઘટનાને ગ્રેટ કન્જંકશન નામ આપ્યું છે. હાલમાં ગુરૃ અને શનિ બંન્ને ગ્રહ પશ્ચિમ દિશામાં જોવા મળી રહ્યા છે. સુર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં જોવામળતી બે ગ્રહોની જોડમાં સૌથી વાધારે ચમકતો ગ્રહ ગુરૃ છે અને ઓછામાં ઓછો ચમકતો ગ્રહ શનિ છે. આ બંન્ને ગ્રહ લગભગ ૮ વાગે અસ્ત થઈ જાય છે. તેાથી ૮ વાગ્યા પછી જોવા મળતા નાથી. જોકે હવે ૨૧ ડિસેમ્બર સુાધી આ બંન્ને ગ્રહ રોજ જોવા મળી શકશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gxmwx3
0 Response to "ગ્રેટ કંજક્શન, ૨૧ ડિસેમ્બરે ૪૦૦ વર્ષ પછી ગુરૃ અને શનિ ગ્રહો નજીક આવશે"
Post a Comment