લર્નિંગ ડ્રાઈવીંગ લાયસન્સનું કામ ફરી વખત આરટીઓના હવાલે!

લર્નિંગ ડ્રાઈવીંગ લાયસન્સનું કામ ફરી વખત આરટીઓના હવાલે!

ભુજ, બુાધવાર 

લર્નિંગ લાયસન્સની કામગીરી છેલ્લા કેટલાક સમયાથી આરટીઓના બદલે આઈટીઆઈને સોંપી દેવાતા વાહનચાલકો હેરાન થઈ ગયા હતા. ત્યારે અનેક રજૂઆત બાદ ફરી લાયસન્સની કામગીરી આઈટીઆઈ પાસેાથી લઈને આરટીઓને સોંપવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગાંધીનગર કક્ષાએાથી આરટીઓને ફરીથી કામગીરી કરવા ઓર્ડર કરાયો છે. અત્યારસુાધી આઈટીઆઈમાં કામગીરી કરાતી હોવાથી લોકોને ધરમાધક્કા ખાવા પડતા હતા. ઉપરાંત લાયસન્સની મર્યાદા બાંધેલી હોવાથી એક દિવસમાં મર્યાદિત કામ થતું હોવાથી લોકોને હાલાકી ઉભી થતી હતી. તેમજ ૨ થી ૩ કલાક કામ થતું હોવાથી દુરાથી આવતા અરજદારો  મુશ્કેલી અનુભવતા હતા. તેમજ એપોઈમેન્ટ લઈને જ કામ થતું હોવાથી લોકોનો લાંબી રાહ જોવાનો વારો આવતો હતો. આ બાધી સમસ્યાને લઈને લાંબા સમયાથી આરટીઓમાં ફરી કામગીરી કરાય તેવી માંગ કરાતી હતી. જેાથી તેનો સ્વીકાર કરી લેવાતા હતા હવે ફરીથી અરજદારોની લર્નિંગ લાયસન્સ સહિતની કામગીરી આરટીઓમાં કરાશે. જેનાથી એપોઈમેન્ટ અને કોઈપણ મર્યાદા વગર સવારે ૧૧ થી ૬ વાગ્યા સુાધી કામગીરી થતા લોકોને રાહત મળશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oC3Sqx

0 Response to "લર્નિંગ ડ્રાઈવીંગ લાયસન્સનું કામ ફરી વખત આરટીઓના હવાલે!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel