ચપ્પલની સગથરીમાં છૂપાવેલા માદક દ્રવ્ય સાથે એક ઝડપાયો

ચપ્પલની સગથરીમાં છૂપાવેલા માદક દ્રવ્ય સાથે એક ઝડપાયો


- ઝડપાયેલો શખ્સ રામનાથપરાનો, આ વિસ્તારમાં જો માદક દ્રવ્યો અંગે તપાસ કરાય તો અનેક ચોંકાવનારી માહિતી બહાર આવવાની શક્યતા

રાજકોટ, તા. 4 ડિસેમ્બર2020, શુક્રવાર


રાજકોટ નજીક કુવાડવા હાઈ-વે પર માલિયાસણ પાસેથી ક્રાઈમ બ્રાંચે ૧૦૦ ગ્રામથી વધુ બ્રાઉન શુગર મનાતા કેફી દ્રવ્ય સાથે વસીમ અશરફ મુલતાની (ઉ.વ.૨૮, રહે. રામનાથપરા, શેરી નં.૧૫, ગરબી ચોક નજીક)ને ઝડપી લઈ તપાસનો દોર જારી રાખ્યો છે. 

ક્રાઈમ બ્રાંચ દ્વારા જાહેર કરાયા પ્રમાણે પીએસઆઈ એમ. વી. રબારી સ્ટાફના માણસો સાથે માલિયાસણ ગામના બસ સ્ટેશન પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે વસીમને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ તેની અંગજડતી કરતા ચપ્પલની હગથરી નીચે પ્લાસ્ટીકની કોથળીમાં છૂપાવાયેલ લાઈટ બ્રાઉન કલરનો શંકાસ્પદ પાઉડર મળી આવ્યો હતો. 

નિષ્ણાતો પાસેથી અભિપ્રાય લેવાતા પ્રાથમિક તબક્કે આ બ્રાઉન શુગર હોવાનું જણાવાયું છે. આમ છતાં ખરેખર બ્રાઉન શુગર છે કે બીજું કોઈ કેફી દ્રવ્ય તે અંગે પોલીસે એફએસએલનો અભિપ્રાય મેળવવા તજવીજ હાથ ધરી છે. આ અભિપ્રાય પછી જ એનડીપીએસ હેઠળ ગુનો નોંધવામાં આવશે તેમ ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું. 

હાલ બ્રાઉન શુગર મનાતા આ કેફી દ્રવ્યનું વજન ૧૦૩.૬૫૦ ગ્રામ છે. ક્રાઈમ બ્રાંચે ચપ્પલ, એક મોબાઈલ ઉપરાંત રોકડા રૂપિયા૧૪૬૦ કબજે કર્યા છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે, વસીમ પોતે માદક દ્રવ્યનો બંધાણી છે. તેણે પોતાની કુટેવ પોશવા અને વેચવા માટે રાખ્યાનું હાલ જાણવા મળ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, શહેરમાં કેફી દ્રવ્યોનું નેટવર્ક મોટાપાયે વિસ્તરી ચૂક્યું છે. અવાર-નવાર ખાસ કરીને એસઓજીનો સ્ટાફ માદક દ્રવ્ય તેમાં પણ ખાસ કરીને ગાંજાનો જથ્થો પકડે છે. આમ છતાં જે જથ્થો પકડાય છે તે પાશેરામાં પુણી સમાન હોવાનું જાણકારોનું કહેવું છે. વસીમ જ્યાં રહે છે તે રામનાથપરા વિસ્તારમાં પણ માદક દ્રવ્યો બાબતે પોલીસ જો તપાસ કરે તો અનેક ચોંકાવનારી માહિતી મળવાની શક્યતા જાણકારો દર્શાવી રહ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gatMi8

0 Response to "ચપ્પલની સગથરીમાં છૂપાવેલા માદક દ્રવ્ય સાથે એક ઝડપાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel