
ઘરમાં યુવતિને એકલી જોઈ યુવકે છરીની અણી ઉપર દુષ્કર્મ કર્યું
રાધનપુર,તા.10 ડીસેમ્બર 2020, ગુરૂવાર
પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામે ઘરમાં રહેલી એકલી યુવતિની એકલતાનો લાભ લઈને ગામના યુવકે છરી બતાવી યુવતિ પર બળાત્કાર ગુજાર્યાની ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ગાજદીનપુરા ગામે માતા-પિતા સાથે રહેતી યુવતિ પિતા અને ભાઈ ખેતરે ખેતી કામ અર્થે ગયા હતા ત્યારે ઘરમાં યુવતિ એકલી હતી અને તે પોતાના ઘરની ઓસરીમાં કામ કરતી હતી તે દરમિયાન તેના જ ગામનો ઠાકોર નીલ રસીકભાઈ ઉર્ફે પભાભાઈ ઘરે આવ્યો હતો. અચાનક ઘરે આવેલા ગામના યુવકને જોઈ યુવતિ ગભરાઈ ગઈ હતી અને કેમ મારા ઘેર આવેલો છે તેવો પ્રશ્ન યુવકને કર્યો હતો. ત્યારે યુવકે તેને મળવા આવ્યો છું તેમ જણાવ્યું હતું. પરંતુ યુવતિએ યુવકને જતા રહેવા જણાવ્યું હતું. પરંતુ યુવકે યુવતિનો હાથ પકડી યુવકે કમરમાંથી છરી કાઢી જો બૂમાબૂમ કરીશ તો જાનથી મારી નાખવાની યુવતિને ધમકી આપી યુવતિનો હાથ કેંચી ઘરમાં ઘસેડીને લઈ ગયો હતો. યુવતિએ નરાધમ યુવકના ચુંગાલમાંથી છુટવાની કોશીશ કરી હતી પરંતુ યુવકે યુવતિની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારી યુવકે જતા જતા યુવતિને છરી બતાવી જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બળાત્કારની ઘટનાથી ડઘાઈ ગયેલી યુવતિ સ્વસ્થ થયા બાદ યુવતિ દોડીને ખેતરે ગઈ હતી અને સમગ્ર હકીકતથી માતાને વાકેફ કરી હતી. પોતાની દિકરી પર ગામના જ નરાધમ યુવકે આચરેલ કૃત્ય બાબતે યુવતિની માતાએ પતિને જાણ કરી હતી. જેને લઈને યુવતિના પિતા અને યુવતિએ સમી પોલીસ સ્ટેશને આવીને આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે યુવતિની ફરિયાદ લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ncpMR2
0 Response to "ઘરમાં યુવતિને એકલી જોઈ યુવકે છરીની અણી ઉપર દુષ્કર્મ કર્યું"
Post a Comment