વડાપ્રધાન મોદી માંડવીના ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન મોદી માંડવીના ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે


કચ્છ, તા. 7 ડિસેમ્બર 2020 સોમવાર 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ડિસેમ્બરે કચ્છની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન તેમની યાત્રા દરમિયાન માંડવીના ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. ત્રણ વર્ષમાં 800 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ થકી સમુદ્રનું ખારૂ પાણી મીઠુ કરવાનો આ પ્રોજેક્ટ પુર્ણ થયા બાદ 8 લાખ લોકોને તેનો ફાયદો મળશે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે થશે. તેની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. 

માંડવી તાલુકાના ગુંદયાળી પાસેના ધ્રબુડીના દરિયા કિનારે 60 એકર વિસ્તારમાં 800 કરોડના ખર્ચે આ પ્લાન્ટનું નિર્માણ થશે. આ પ્લાન્ટની કામગીરી પુર્ણ થયા બાદ બે તાલુકાનાં લાખો લોકોને નર્મદા જળ પર અવલંબિત નહી રહેવું પડે. પ્લાન્ટ શરૂ થયા બાદ પમ્પિંગ સ્ટેશન સાથે તેનું જોડાણ કરીને નાગરિકો સુધી પાણી પહોંચાડાશે. 

આ પ્લાન્ટના કારણે ન માત્ર નાગરિકો પરંતુ સ્થાનિક ઉદ્યોગોને પણ મોટો ફાયદો થશે. દરિયાના ખારા પાણીમાંથી મીઠા પાણીમાં પરિવર્તન કરનારો આ પ્રથમ અને સૌથી મોટો 100 એમએલડીનો પ્લાન્ટ હશે. ત્યાર બાદ ગુજરાતનાં અલગ અલગ દરિયા કિનારાઓ પર તબક્કાવાર પ્લાન્ટ લગાવાશે. જેમાં દ્વારકાના ગાંધવી ગામમાં 70 એમએલડી, ભાવનગરના ઘોઘા નજીક 70 એમએલડી અને સોમનાથના સુત્રાપાડના નજીક 30 એમએલડીના પ્લાન્ટનો સમાવેશ થાય છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mQFTDI

0 Response to "વડાપ્રધાન મોદી માંડવીના ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel