ટ્રાફિક દંડના નિયમમાં ફેરફાર, જવાબદાર વ્યક્તિ પાસેથી જ વસુલવામાં આવશે દંડ

ટ્રાફિક દંડના નિયમમાં ફેરફાર, જવાબદાર વ્યક્તિ પાસેથી જ વસુલવામાં આવશે દંડ


અમદાવાદ, તા. 7 ડિસેમ્બર 2020 સોમવાર 

રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટમાં નક્કી કરેલા ટ્રાફિક ગુનામાં વસુલાતા દંડના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ટ્રાફિકના ગુના બદલ જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. આ પહેલા ટ્રાફિક ગુનાઓમાં દંડની વસુલાત સમયે ડ્રાયવર, કંડક્ટર, વાહન માલિક કે પેસેન્જર પાસેથી ડબલ દંડ વસુલવાનો હતો. 

હવે જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસુલાશે. માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને આરટીઓ સંબંધિત કામગીરીઓમાં સરળતા લાવવા ભારત સરકારના મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે મોટર વાહન અધિનિયમ 1988માં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં સુધારા કરાર માટે ગુજરાત સરકારે પણ અનેક પગલા લીધા છે. જેના કારણે બિનજરૂરી પરેશાની ન થાય તે ધ્યાને લેવાયું છે. 

નવા કાયદાના અમલીકરણ અનુસંધાને ટ્રાફિકના ગુનામાં સ્થળ પર દંડ ફીના સરળ દરો અમલમાં લાવ્યા છે. ટ્રાફિકના ગુના માટે જવાબદાર ડ્રાયવર, માલિક કે વાહન સંબંધિત જવાબદાર પાસેથી કાયદાકીય જોગવાઇઓ અનુસાર ગુંચવાડો ન થાય તે હેતુથી આ સરળીકરણ કરાયું છે. જેથી હવે જવાબદાર વ્યક્તિ પાસેથી સ્થળ પર દંડ વસુલવામાં આવશે. વાહન ચલાવતા વ્યક્તિ પાસેથી દંડ વસુલ કરવામાં આવશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37DTF6h

0 Response to "ટ્રાફિક દંડના નિયમમાં ફેરફાર, જવાબદાર વ્યક્તિ પાસેથી જ વસુલવામાં આવશે દંડ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel